(Source: ECI/ABP News/ABP Majha)
જૂનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર ફૂટી જતાં ગોધરા બસ સ્ટેન્ડમાં પરીક્ષાર્થીઓએ હોબાળો કર્યો
જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થવાના સમાચાર મળતા જ ગોધરા બસ સ્ટેન્ડમાં મોટી સંખ્યામાં એકઠા થયેલ પરીક્ષાર્થીઓએ આખેઆખું બસ સ્ટેન્ડ બાન માં લીધું અને સૂત્રોચાર સાથે બસ સ્ટેન્ડમાં જ ધરણાં કર્યાં
જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થવાના સમાચાર મળતા જ ગોધરા બસ સ્ટેન્ડમાં મોટી સંખ્યામાં એકઠા થયેલ પરીક્ષાર્થીઓએ આખેઆખું બસ સ્ટેન્ડ બાન માં લીધું અને સૂત્રોચાર સાથે બસ સ્ટેન્ડમાં જ ધરણાં કર્યાં હતા. સુરત ગાંધીનગર દાહોદ મહીસાગર નવસારી સહિતના જિલ્લાઓમાંથી ગોધરા પરીક્ષા કેન્દ્રો ઉપર જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે પરીક્ષાર્થી આવ્યા હતા. પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે તે પહેલા પેપર ફૂટી જવાના કારણે પરીક્ષા રદ થઈ હોવાના સમાચાર મળ્યા હતા. જે સમાચાર મળતા બહારના જિલ્લાઓમાંથી આવેલ પરીક્ષાર્થી રોષે ભરાયા હતા અને આખેઆખુ બસ સ્ટેન્ડ માથે લઈ ભારે હોબાળો મચાવ્યો હતો. 1500 થી વધુ પરીક્ષાર્થીઓ ગોધરા બસ સ્ટેશનના મુખ્ય ગેટ ઉપર ધરણાં કરી વિરોધ દર્શાવ્યો હતો પેપર ફૂટવાને લઈ રોષે ભરાયેલા પરીક્ષાર્થોએ સરકાર અને શિક્ષણ વિભાગ વિરુદ્ધ ભારે સુત્રચ્ચાર કર્યાં હતા.
ગોધરા બસ સ્ટેન્ડ ખાતે સતત બે કલાક ઉપરાંત પરીક્ષાર્થીઓ વિરોધ પ્રદર્શન કર્યું જેનાં કારણે બસ સ્ટેન્ડની બહાર ભારે ટ્રાફિક જામનાં દ્ર્શ્યો સર્જાયા હતા અને અન્ય મુસાફરો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. આ તરફ એલસીબી એસઓજી પોલીસ ટીમનો કાફલો બસ સ્ટેશન ખાતે દોડી આવ્યો હતો અને રોષે ભરાયેલા પરીક્ષાાર્થીઓને પોલીસ દ્વારા ભારે સમજાવટ કરવામાં આવી હતી જે બાદ મામલો થાળે પડયો હતો. ત્યારબાદ પરીક્ષાાર્થીઓ પોતાના ઘર તરફ જવા માટે રવાના થયા હતા. આ તરફ તમામ વિદ્યાર્થીઓને પોતાના જિલ્લા તરફ રવાના કરવા માટે એસટી વિભાગ દ્વારા 50 થી વધુ વધારાની બસો મૂકવામાં આવી હતી.
પેપરલીકકાંડમાં ઓરિસ્સાના રહેવાસી નાયક નામના વ્યક્તિની સંડોવણી હોવાનો ખુલાસો થયો છે. ગુજરાત બહારના 15થી વધુ વ્યક્તિઓની અટકાયત કરી શરૂ કરાઈ પુછપરછ. પેપર પરીક્ષા કેન્દ્રો પર પહોંચે તે પહેલા જ ATS એ મોટી કાર્યવાહી કરી છે. અટકાયત કરાયેલા લોકો અગાઉ આજ પ્રકારના ગુનામાં સંડોવાયેલા હતા.
જુનિયર ક્લાર્કનું પેપરલિક લીક થવા મુદ્દે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સંદીપ કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે, ગુજરાત બહારની સંગઠિત ગેંગ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. આ મામલે 15 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી 100 દિવસમાં આ પરીક્ષા લેવામાં આવશે. શાળાઓ અને અન્ય પરીક્ષાઓને ધ્યાનમાં રાખી પરીક્ષાની તારીખ નક્કી કરવામાં આવશે. ઉમેદવારોને પરીક્ષા આપવા માટે મુસાફરી વ્યવસ્થા કરવામાં આવશે.
આજે ગુજરાત પંચાયત સેવા પસંદગીના જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણની પરીક્ષા હતી. સાડા નવ લાખ જેટલા ઉમેદવારો આજે આ પરીક્ષા આપવાના હતા પરંતુ પેપર લીક થવાના કારણે આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી જેને લઈને ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા. આખી રાત મુસાફરી કરીને પરીક્ષા કેન્દ્રમાં પહોંચ્યા અને ત્યારે જ સમાચાર આવ્યા કે પેપર લીક થયું છે. જેને લઈને તમામ ઉમેદવારોમાં એક રોષ જોવા મળ્યો. એક પછી એક દર વર્ષે પેપર લીક થવાના કારણે વિદ્યાર્થીઓનો નિરાશા સાંપડે છે અનેક વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે પણ આવ્યા પરંતુ પ્રશાસનની બેદરકારીના કારણે આ પરીક્ષા મોકૂફ રહી.
પેપર ફોડનાર આરોપીને ATSએ મધરાત્રે જ કરી લીધા હતા અરેસ્ટ
જુનિયર ક્લર્કની પરીક્ષાનું પેપર ફોડવાનો સમગ્ર પર્દાફાશ કરવામાં ATSને મોટી સફળતા મળી છે. ATSને ગત રાત્રે જ આરોપીની ધરપકડ કરી લીધી હતી. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આજે યોજનાર જુનિયર કલર્કની પરીક્ષાના પેપરના કેટલાક ભાગ લીક થતા પરીક્ષાર્થીઓ નિરાશ થયા હતા જો કે આ પેપર હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયા હતા અને અહીંથી જ લીક થયા હતા અન વડોદરા માંજલપુર વિસ્તારમાં પહોંચ્યા હતા. પેપેર કોભાડમાં વડોદરાની સ્ટેક વાઇઝ ટેક્નોલોજીના ડાયરેકટર ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની ATSએ ધરપકડ કરવામાં આવી છે. સરકારે આ કૌભાંડ સવારે મીડિયા દ્રારા પ્રકાશમાં આવ્યું પહેલા જ ATSએ આરોપીની ધરપકડ કરી લીધી હતી. ATSસે રાત્રે 2.14 કલાકે આરોપીની ધરપકડ કરી હતી. જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઇ જતાં તેના ફૂટેજ સામે આવ્યો છે.