શોધખોળ કરો

કેસર કેરીની બજારમાં એન્ટ્રી, જાણો 10 કિલોના કેટલા પડ્યા ભાવ?

ફાળોના રાજા ગણાતી ગીરની કેસર કેરીની બજારમાં એન્ટ્રી થઈ છે. તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજીનો વિધિવત પ્રારંભ થયો છે.

ગીર સોમનાથઃ ફાળોના રાજા ગણાતી ગીરની કેસર કેરીની બજારમાં એન્ટ્રી થઈ છે. તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજીનો વિધિવત પ્રારંભ થયો છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પ્રથમ બોક્સ ગૌશાળાના લાભાર્થે 16,500માં ખરીદ્યું. યાર્ડમાં 10 કિલો બોક્સના ભાવ સરેરાશ 800 થી 1500 રૂપિયા. પ્રથમ દિવસે 4 હજાર બોક્સની આવક થઈ. 

ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ હિટવેવની આગાહી
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ હિટવેવની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, રાજકોટ, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર, વલસાડ, પોરબંદર જીલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો. રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી કરી છે.  આગામી પાંચ દિવસ રાજ્યભરમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આજે અથવા આવતીકાલ સુધીમાં તાપમાનનો પારો  44 ડિગ્રીને પાર થશે.  ગરમ સુકા પવનથી અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની શરૂઆત થઇ ગઇ છે. અમદાવાદ સહિત 5 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રી જયારે અન્ય 4 શહેરોમાં 42 ડિગ્રીથી વધુ નોંધાયો.

હવામાન વિભાગના જણાવ્યા  અનુસાર આજે અથવા આવતીકાલે તાપમાન 44ને વટાવી શકે છે.  આગામી અઠવાડિયા દરમિયાન સમગ્ર રાજ્ય હીટવેવને કારણે ગરમીમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. સોમવારે  હવામાન વિભાગે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  તેમજ સુરત, વલસાડ, પોરબંદર, જુનાગઢ અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. 26 એપ્રિલથી ચારથી પાંચ દિવસો સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો વધવાની શક્યતા હોવાથી યલો એલર્ટ અપાયુ છે.

રાજ્યમાં ઉનાળો આકરો બની રહ્યો છે ત્યારે આગામી પાંચ દિવસ સુધી નાગરિકોએ ગરમીથી શેકાવા તૈયાર રહેવું પડશે. હીટવેવની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  સૂકા પવનોને કારણે રાજ્યમાં પાંચ દિવસ સુધી હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.  બે દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હિટવેવની વધુ અસર વર્તાશે. બે દિવસ બાદ એટલે કે 27 એપ્રિલથી ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધે તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.  ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે,  તો અનેક વિસ્તારોમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચી શકે છે.  અમદાવાદમાં ગરમીનું તાપમાન ગઈકાલે 43 ડિગ્રીએ પહોંચ્યું હતું.  મહત્વનું છે કે કાળઝાળ ગરમીથી બચવા માટે કામ સિવાય બહાર ન નીકળવા હવામાન વિભાગે  દરેક જનતાને અપીલ કરી છે.

આપ અને btp સાથે મળીને બીજેપી સામે લડશેઃ મહેશ વસાવાની મોટી જાહેરાત

અમદાવાદઃ ગુજરાતના સ્થાપના દિવસ પહેલી મેના દિવસે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે. આપ અને btp પાર્ટી એક થશે. આ દિવસે છોટુ વસાવા અને અરવિંદ કેજરીવાલ ભરૂચના ચંદેલીયા વ્હાઈટ હાઉસમાં બેઠક કરશે  અને ત્યાર બાદ આદિવાસી મહાસંમેલનનું આયોજન કરશે. ભૂતકાળમાં આદિવાસી સમાજ સાથે સરકારે જે અન્યાય કર્યો છે. ગરીબોને ના સારી સરકારી શાળા ના તો બે સમયનું જમવાનું નસીબ થયું છે.ગામડામાં આદિવાસીઓ ઘર છોડી રહ્યા છે. આપ અને btp સાથે મળીને બીજેપી સામે લડશે.

મહેશ વસાવાએ કહ્યું, આજે ખાસ અહી હાજર થયા છે . આજથી નવી શરૂવાત થવા જઈ રહી છે. છોટુ વસાવાએ ગરીબો અને આદિવાસીઓ માટે મોટી લડત આપી છે. ભૂતકાળની તમાંમ સરકારોએ આદિવાસી સમાજ સાથે અન્યાય કર્યો છે. Aap અને BTP વચ્ચે લાંબા સમયથી ચર્ચાઓ થઈ રહી હતી. ભરૂષના ચંદેલિયા ખાતે છોટુ વસાવા સાથે કેજરીવાલ બેઠક કરશે. ચંદેલિયાના વાઇટ હાઉસ ખાતે 1 મે ના રોજ બેઠક કરશે. ત્યાર બાદ આદિવાસી સંમેલન Aap અને Btp કરશે. કેજરીવાલ 1 તારીખે આવશે ગુજરાત. દેશમાં ગરીબ લોકોને કોઇ ફાયદો થયો નથી. Aapનું અમે દિલ્હીમાં કામ જોયું છે. દિલ્હીની રોજગારીની વાત , પાણીની વાત અને શિક્ષણ વિશે જાણ્યું છે. આ સરકારે સ્કૂલો બંધ કરીને આદિવાસી સમાજને નુકશાન કર્યું છે. કોંગ્રેસ પણ લોકશાહી બંચાવવા આંદોલન કરે છે પરંતુ તેમની સરકારમાં તેમને શું કર્યું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર
આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?
આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?
Embed widget