શોધખોળ કરો

WPL 2025નો કાર્યક્રમ જાહેર, ચાર શહેરોમાં પાંચ ટીમો વચ્ચે રમાશે 22 મેચ

Womens Premier League 2025 Schedule: આ વખતે ટુર્નામેન્ટની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે

Womens Premier League 2025 Schedule: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા મહિલા પ્રીમિયર લીગ 2025 (WPL 2025) નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટ 14 ફેબ્રુઆરીથી શરૂ થશે, જ્યારે ફાઇનલ મેચ 15 માર્ચે રમાશે. આ વખતે ટુર્નામેન્ટ કુલ ચાર શહેરોમાં રમાશે. મહિલા પ્રીમિયર લીગ 2025માં પાંચ ટીમો વચ્ચે કુલ 22 મેચ રમાશે.

આ વખતે ટુર્નામેન્ટની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે, જે વડોદરામાં યોજાશે. ફાઇનલ મેચ મુંબઈમાં યોજાશે. ટુર્નામેન્ટ માટેના ચાર શહેરો વડોદરા, મુંબઈ, લખનઉ અને બેંગલુરુ હશે.

ટુર્નામેન્ટની પ્રથમ 6 મેચ બરોડામાં નવા બનેલા BCA સ્ટેડિયમમાં રમાશે. આ પછી ટુર્નામેન્ટ બેંગલુરુ શિફ્ટ થશે, જ્યાં કુલ 8 મેચ રમાશે. આ પછી ટુર્નામેન્ટ લખનઉમાં યોજાશે, જ્યાં 4 મેચ રમાશે. પછી તેના અંતિમ તબક્કામાં ટુર્નામેન્ટ મુંબઈ પહોંચશે. મુંબઈમાં નોકઆઉટ (એલિમિનેટર અને ફાઇનલ) સહિત ચાર મેચ રમાશે.                   

બેંગલુરુમાં પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. ત્યારબાદ લખનઉમાં પહેલી મેચ યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. મુંબઈના છેલ્લા તબક્કાની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. ટુર્નામેન્ટની મહત્તમ 8 મેચ બેંગલુરુમાં યોજાશે. ટુર્નામેન્ટની બધી મેચો સિંગલ હેડર હશે, એટલે કે એક દિવસમાં ફક્ત એક જ મેચ રમાશે.     

નોંધનીય છે કે ગયા સીઝન એટલે કે WPL 2024 ની બધી 22 મેચ ફક્ત બે શહેરોમાં રમાઈ હતી, જેમાં બેંગલુરુ અને દિલ્હીનો સમાવેશ થાય છે. આ વખતે ટુર્નામેન્ટનો વ્યાપ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેના કારણે કુલ 4 શહેરોની પસંદગી કરવામાં આવી છે. નોંધનીય છે કે 2023 માં રમાયેલી પહેલી સીઝન મુંબઈમાં ફક્ત બે સ્થળોએ રમાઈ હતી.                                                                

ભારતીય ક્રિકેટ ટીમ માટે BCCIના 10 કડક નિયમોઃ મસ્તીના દિવસો પૂરા, જાણો નવી ગાઈડલાઈન્સ

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
Embed widget