શોધખોળ કરો
Advertisement
તાપી જિલ્લામાં આજે કોરોનાનો નોંધાયો માત્ર એક જ કેસ, જાણો બીજા ક્યા જિલ્લામાં ઓછા કેસ નોંધાયા ?
રાજ્યમાં આજે કોરોનાના સૌથી ઓછા કેસ તાપીમાં અને સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા હતા.
ગાંધીનગરઃ રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 1510 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 18 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4049 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે કુલ 1627 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 91.28 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,96,992 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
કયા જિલ્લામાં નોંધાયા સૌથી ઓછા કેસ
રાજ્યમાં આજે કોરોનાના સૌથી ઓછા કેસ તાપીમાં અને સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા હતા. તાપીમાં આજે કોરોનાનો માત્ર એક જ કેસ નોંધાયો હતો. નવસારી 3, બોટાદ 4, પોરબંદર 5, ભાવનગર 5, દેવભૂમિ દ્વારકામાં 6, ગીર સોમનાથમાં 8, નર્મદા 9 અને આણંદમાં 10 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં સૌથી વધુ 298 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં આજે કુલ 1627 દર્દી સાજા થયા હતા અને 69,324 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 81,02,712 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 14,778 એક્ટિવ કેસ છે, જ્યારે 1,96,992 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 92 દર્દી વેન્ટીલેટર પર છે અને 14686 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,15,819 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ગુજરાત
દુનિયા
Advertisement