શોધખોળ કરો
Advertisement
શિયાળામાં મળતું આ ફળ પોષકતત્વોથી હોય છે ભરપૂર, ફરાળમાં પણ થાય છે ઉપયોગ, જાણો અદભૂત ફાયદા
વ્રત વખતે શિંગોડાના લોટના વાનગી પણ બનાવવામાં આવે છે. એટલે કે ફરાળમાં પણ ઉપયોગી છે.
શિયાળો મંદ ગતીએ આગળ ધપી રહ્યો છે, ત્યારે બજારોમાં હવે શિંગોડાના મળવા લાગ્યા છે. શિંગોડામાં અનેક ઔષધીય ગુણો છે. જે બીમારીથી બચાવે છે. શિંગોડા શરીરના ઝેરીલા પદાર્થોને બહાર કાઢે છે અને માંસપેશીઓને મજબૂત કરે છે. શિંગોડામાં કેલ્શિયમ, વિટામીન બી6, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર જેવા પોષકતત્વો હોય છે. વ્રત વખતે શિંગોડાના લોટના વાનગી પણ બનાવવામાં આવે છે. એટલે કે ફરાળમાં પણ ઉપયોગી છે. શિંગોડામાં રહેલા આયુર્વેદિક ગુણ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.
શિંગોડાના ફાયદા
- શિંગોડામાં આયોડીન ભરપૂર માત્રા હોય છે, તેનાથી ગળા સંબંધી રોગથી રક્ષણ મળે છે. આ ઉપરાંત તેમા મળતા પોલિફેનલ્સ અને ફ્લેવોનોય઼ડ જેવા એન્ટી ઓક્સિડેંટ એન્ટી વાયરલ, એન્ટી બેક્ટીરિયલ, એન્ટી કેંન્સર અને એન્ટી ફંગલ ફૂડ માનવામાં આવે છે.
- શરીરના બ્લડ સર્કુલેશન માટે શિંગોડા શ્રેષ્ઠ માનવામાં આવે છે. પેશાબ સંબંધિત રોગમાં પણ ચમત્કારિત ફાયદા થાય છે.
- થાઈરોઈડ જેવી બિમારીઓમાં શિંગોડાનું સેવન રામબાણ સાબિત થઈ શકે છે.
- શિંગોડામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે હાડકાને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે.
- શિયાળામાં શિંગોડાના નિયમિત સેવનથી ઓસ્ટોપરોસિસ અથવા આર્થરાઈટિસની તકલીફ પણ નહીં થાય. હાડકા ઉપરાંત તે આપના દાંત અને આંખો માટે પણ ફાયદાકારક છે.
- શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો કે સોજો હોય તો તેનાથી રાહત માટે શિંગોડાની પેસ્ટ બનાવીને તે જગ્યાએ લગાવી શકાય છે. શિંગોડા ફાટેલી એડીઓને પણ ઠીક કરે છે.
- અસ્થમાના રોગી માટે શિંગોડા ખૂબ જ ફાયદાકારક છે. ડોક્ટર્સ કહે છે કે, શિંગોડા નિયમીત રીતે ખાવાથી શ્વાસ સંબંધી સમસ્યાઓમાં આરામ મળે છે.
- ગર્ભવતી મહિલાઓની તબિયત માટે શિંગોડા ખૂબ જ સારા માનવામાં આવે છે. શિશુ અને માતાની તબિયત માટે ખૂબ જ સારા છે. તેનાથી પીરિયડ્સ અને ગર્ભપાત બંને સમસ્યામાંથી રાહત મળે છે.
- આંખોની રોશની વધારવામાં પણ શિંગોડા લાભદાયક છે. તેમાં વિટામીન એ મોટી માત્રામાં હોય છે.
- જો માંસપેશી નબળી હોય અને શરીર દુખતું હોય તો નિયમિત શિંગોડાના સેવનથી શરીરની નબળાઈ દૂર થાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
Advertisement