શોધખોળ કરો

Kutch: ભૂકંપનો આંચકો આવતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા, મકાનોમાં પડી તિરાડો

ભુકંપના આંચકના પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા અને સરહદી વિસ્તારના લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. હજુ પણ લખપત સહિત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે. 

કચ્છઃ ભારત-પાક બોર્ડર પર 4.8 ની તીવ્રતાનો ભૂકંપના આંચકાથી મકાનોમાં તિરાડો પડી છે. ભુજ સહિત કચ્છના અનેક બોર્ડરના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો. કચ્છના લખપતના નવાનગર વિસ્તારમાં ભૂકંપના પગલે મકાનોમાં તિરાડો પડી છે. ભુકંપના આંચકના પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા અને સરહદી વિસ્તારના લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. હજુ પણ લખપત સહિત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે. 

Dwarka : દિવાળીએ જ દ્વારકામાં 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જાણો ક્યાં નોંધાયું કેન્દ્રબિંદુ?

દ્વારકાઃ દિવાળીના દિવસે જ દ્વારકામાં 5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 5 છે. ભૂકંપનુ કેન્દ્રબિંદુ દ્વારકાથી 223 કિં.મી દૂર નોંધાયું છે. આજે બપોરે 3.15 વાગ્યે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઇએ ટ્વીટ કરીને નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના હવાલાથી આ સમાચાર આપ્યા છે. જેને સ્થાનિક તંત્ર દ્વારા પુષ્ટી આપવામાં આવી છે. 

ISRના ડિરેક્ટર સુમેર ચોપડાએ કહ્યું હતું કે, દ્વારકામાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. લખપત, ખાવડા, અબડાસા સહિતના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 

કચ્છના બાજુમાં આવેલ પાકિસ્તાન બોર્ડર ઉપર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિટલસ્કેલ ઉપર 4.8ની ત્રિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આજે આખા દિવસભરમાં ભૂકંપનો બીજી આંચકો અનુભાવાયો હતો.  3: 15મિનિટે નોંધાયો ભૂકંપનો આંચકો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છ અને પાકિસ્તાન બોર્ડરથી 10 કિલોમીટર દૂર નોંધાયું. ભૂકંપનો આંચકો બોર્ડરના નજીકનો વિસ્તાર લખપત,ખાવડા,અબડાસા સહિત બોડર વિસ્તારમાં અનુભાવાયો હતો. 

Valsad : ટ્રેનમાં જ યુવતીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં મચી ગઈ ચકચાર

વલસાડઃ વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વિન ટ્રેનના D-12ના કોચમાં યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેચા ચકચાર મચી ગઈ છે. ટ્રેનમાં સફાઈ કામદારે અજાણી યુવતીને ફાસો ખાધેલી હાલતમાં જોઈ હતી. જેણે સ્ટેશન માસ્તર અને GRPને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. પોલીસ તપાસમાં ફોન ઉપર યુવતીની ઓળખ થઈ હતી. યુવતીનું નામ માનસી ગુપ્તા હોવાનું સામે આવ્યું છે. 

જી.આર.પી પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો પ્રમાણે, નવસારીની 18 વર્ષીય માનસી શીતપ્રશાદ ગુપ્તા વડોદરામાં પ્રથમ વર્ષમાં કોલેજ કરતી હતી. માનસી 5 દિવસ અગાઉ વડોદરાથી નવસારી તેના ઘરે રહેવા માટે આવી હતી. ગઈ કાલે માનસીએ માતાને સંસ્થાના કામથી મરોલી ખાતે રહેતા એક શિક્ષકને મળવા જઈ રહી હોવાનું જણાવ્યું હતું. 

માનસીએ ઘરે એક દિવસ રોકાઇને પરત આવી જશે તેમ કહ્યું હતું. જોકે, બીજા દિવસે માનસીની આપઘાત કરેલી હાલતમાં ટ્રેનમાંથી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ટ્રેનના D-12 નંબરના કોચમાં સમાન મુકવાની જગ્યાએ દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈ લીધો હતો. ટ્રેન મોડી રાત્રે 12:30 વાગ્યે આવી હોવાથી ટ્રેન રાત્રે વલસાડ રેલવે સ્ટેશન પર ખાલી થઇ ગઈ હતી. આ પછી ટ્રેનમાં સફાઈ કરવા માટે ગયેલા સફાઈ કામદારોએ માનસીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઇ હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં પ્રિયાંશુ જૈનના હત્યારા વિરેન્દ્રસિંહના 11 દિવસના રિમાન્ડ મંજૂરAhmedabad NRI Murder Case : અમદાવાદના બોપલમાં NRIની રૂપિયાની લેતીદેતીમાં હત્યાOperation Sagar Manthan : NCB અને ગુજરાત ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે 8 ઇરાની નાગરિકોની કરી ધરપકડAhmedabad NRI Murder : અમદાવાદમાં NRI દીપક પટેલની હત્યાથી ખળભળાટ, કોણે અને કેમ કરી હત્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Health Tips: દૂધ કે પાણી... કઈ વસ્તુમાં પલાળીને ખાવાથી મળે છે અખરોટના વધુ ફાયદા
Health Tips: દૂધ કે પાણી... કઈ વસ્તુમાં પલાળીને ખાવાથી મળે છે અખરોટના વધુ ફાયદા
Embed widget