શોધખોળ કરો
Advertisement
કચ્છ: MLAના કાર્યાલય પાસે જ વકીલની ખુલ્લેઆમ કરાઈ હત્યા, આખી ઘટના CCTVમાં થઈ કેદ
હુમલાખોર માત્ર 10 સેકન્ડમાં હુમલો કરી ફરાર થઈ ગયો હતો. મૃતક વકીલ દેવજીભાઈ છેલ્લા 20 વર્ષથી વકીલાત કરતા હતા અને ઈન્ડિયન લોયર એસોસિએશનના અધ્યક્ષ હતા.
કચ્છના રાપર શહેરમાં ધારાસભ્યના કાર્યાલય પાસે જ વકીલને ખુલ્લેઆમ રહેંસી નાખતાં ખળભળાટ મચી ગયો હતો. વકીલ દેવજીભાઈ મહેશ્વરી પર એક યુવાને છરીથી હુમલો કરી નિર્મમ હત્યા કરી હતી. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
રાપર શહેરમાં ધારાસભ્યના કાર્યાલય પાસે જ વકીલને ખુલ્લેઆમ રહેંસી નાખતાં ખળભળાટ મચી ગયો હતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, પહેલેથી જ વકીલ દેવજીભાઈની ઓફિસની બહાર લાલ કલરની ટિશર્ટ પહેરેલ શખ્સ ઉભો હતો. થોડીવારમાં વકીલ દેવજીભાઈ ઓફિસની અંદર જાય છે. તુરંત જ આ શખ્સ દેવજીભાઈ પર છરીથી હુમલો કરે છે.
હુમલાખોર માત્ર 10 સેકન્ડમાં હુમલો કરી ફરાર થઈ ગયો હતો. મૃતક વકીલ દેવજીભાઈ છેલ્લા 20 વર્ષથી વકીલાત કરતા હતા અને ઈન્ડિયન લોયર એસોસિએશનના અધ્યક્ષ હતા. જ્યારે બામફેસ જેવી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા હતા. હુમલાખોરના મોબાઈલમાં ચાર્જિંગ ના હોવાનાં કારણે નજીક આવેલ પાઉભાજીની દુકાને મોબાઈલ ચાર્જિંગમાં રાખ્યો હતો. તે દરમિયાન તે દુકાનમાં લગાવેલ CCTVમાં કેદ થયો હતો.
જોકે હુમલો કરીને તે મોબાઈલ લેવા ઉભો રહ્યો ન હતો જેના કારણે પોલીસ મોબાઈલ અને તેની સાથે રહેલ ડ્રાઇવિંગ લાયસન્સના આધારે તપાસ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement