Kutch: છેલ્લા છ દિવસથી ભૂજની જનતાને નથી મળ્યું પાણી, સ્થાનિકો પાણીના ટેન્કર મંગાવવા મજબૂર
Kutch: કચ્છના ભૂજમાં સ્થાનિક પ્રશાસનના પાપે જળસંકટ પેદા થયું છે
Kutch: કચ્છના ભૂજમાં સ્થાનિક પ્રશાસનના પાપે જળસંકટ પેદા થયું છે. મળતી જાણકારી અનુસાર, છેલ્લા છ દિવસથી ભૂજની જનતાને પાણી મળી રહ્યું નથી. ભૂજોડી નજીક પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પાણી પુરવઠો ઠપ્પ થયો હતો. સ્થાનિક પ્રશાસનના જવાબદારી અધિકારીઓએ હાથ અધ્ધર કરી દેતા જળસંકટ પેદા થયું હતું. લોકો 1200 રૂપિયાના ખર્ચે પાણીના ટેન્કરો મંગાવવા માટે મજબૂર બન્યા હતા.
છેલ્લા ૬ દિવસથી ભુજ શહેરની જનતાને પાણી ના મળતા ઇમરજન્સી જેવી સ્થિતિ સર્જાઇ હતી. નર્મદા પાઇપલાઇન પર આધાર રાખતા ભૂજમાં આગામી સમયમાં પાણીની કટોકટી વધુ ઘેરી બની શકે છે. એક તરફ ગરમી અને બીજી તરફ પાણી નાં મળતા લોકો પરેશાન થયા હતા.ભૂજ નગરપાલિકાના વિપક્ષના નેતા કિશોરદાને કહ્યું હતું કે છેલ્લા 10 દિવસથી પાણી મળી રહ્યું નથી.ભાજપ તેમના મળતીયાઓને પાણી આપી રહ્યું છે. ભૂજ નગરપાલિકાના શાસકોએ ભ્રષ્ટાચાર કર્યો છે. ધારાસભ્ય ઉડાવ જવાબ આપી રહ્યા છે. ભૂજના ધારાસભ્ય કેશુભાઇ પટેલે કહ્યું હતું કે પાઈપ લાઈન લીકેજ થઈ ગઈ છે.બે દિવસમાં પાણી પૂરવઠો યોગ્ય રીતે મળતો થશે. લિકેજ લાઈનને બાયપાસ કરવામાં આવી રહી છે.
રાજ્યમાં ગરમીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના કહેવા અનુસાર રાજ્યમાં આવતીકાલથી ગરમીનું પ્રમાણ વધશે. તેમણે જણાવ્યં કે, 12 થી 15 એપ્રિલ વચ્ચે પ્રીમોનસૂન એકિટીવિટી શરૂ થશે. આંધી વંટોળ અને ગાજવીજ સાથે પ્રીમોનસૂન એકિટીવિટી શરૂ થશે. ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલનાં ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા. 20 એપ્રિલ બાદ વાદળવાયુ સાથે રાજ્યમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે છે.
ભારતીય હવામાન વિભાગે આજે ભારતના દક્ષિણ ભાગોમાં હીટવેવની આગાહી કરી છે. આ સિવાય હવામાન વિભાગે 9 એપ્રિલ સુધી પૂર્વ, મધ્ય અને દ્વીપકલ્પ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ અને કરા પડવાની આગાહી કરી છે.
IMD એ 7-11 એપ્રિલ દરમિયાન મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મરાઠવાડા, વિદર્ભ, ઝારખંડ અને ગંગાના પશ્ચિમ બંગાળમાં, 7-8 એપ્રિલ દરમિયાન ઓડિશામાં અને 9-11 દરમિયાન મધ્ય મહારાષ્ટ્રમાં વાવાઝોડા અને તેજ પવન (30-30 કિમી)ની આગાહી કરી છે. એપ્રિલ. 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી). IMD અનુસાર, કર્ણાટકના ચામરાજનગર, ચિક્કામગાલુરુ, હસન, કોડાગુ અને શિવમોગ્ગા જિલ્લામાં હળવા વરસાદની સંભાવના છે.