શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઉત્તર-મધ્ય ગુજરાતના કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો? કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ નોંધાયો? જાણો
હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો
અમદાવાદ: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 175 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઘણાં વિસ્તારોમાં ધોધમાર તો ઘણાં વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 175 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મધ્ય ગુજરાતના આણંદ અને નડિયાદમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. ખેડાના નડિયામાં 4.5 ઈંચ, આણંદના તારાપુરમાં 4.4 ઈંચ અને ખંભાતમાં 4.3 ઈંચ વરસાદ નોંધાયો હતો.
- છોટા ઉદેપુરમાં 6 ઈંચ વરસાદ
- વડોદરાના પાદરામાં 4.5 ઈંચ વરસાદ
- ખેડાના નડિયાદમાં 4.5 ઈંચ વરસાદ
- આણંદના તારાપુરમાં 4.4 ઈંચ વરસાદ
- આણંદના ખંભાતમાં 4.3 ઈંચ વરસાદ
- સાબરકાંઠાના તલોદ, છોટા ઉદેપુરના સંખેડા, પાટણમાં 4.2 ઈંચ વરસાદ
- આણંદમાં 3.9 ઈંચ વરસાદ
- પાટણના સરસ્વતી, પંચમહાલના જાંબુઘોડા, છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં 3.7 ઈંચ વરસાદ
- અરવલ્લીના ધનસુરા, બનાસકાંઠાના વડગામમાં 3.5 ઈંચ વરસાદ
- છોટા ઉદેપુરના બોડેલીમાં, પંચમહાલના હાલોલમાં, પાટણના સિદ્ધપુરમા, 3.3 ઈંચ
- સાબરકાંઠાના પ્રાંતિજ, પાટણના રાધનપુર, આણંદના બોરસદ, ખેડાના વસો, આણંદના પેટલાદમાં 3 ઈંચ વરસાદ
સાબરકાંઠા જિલ્લામાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ તલોદમાં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં તલોદમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ પડ્યો તો પ્રાંતિજમાં 3, વિજયનગર, હિંમતનગરમાં 2-2 ઈંચ વરસાદ પડ્યો. ખેડબ્રહ્મમાં પોણા 2 ઈંચ, ઈડર-પોશીનામાં 1-1 ઈંચ વરસાદ પડ્યો તો વડાલીમાં અડધો ઈંચ વરસાદ પડ્યો. અત્યારે પણ સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. લાંબા વિરામ બાદ સાબરકાંઠામાં વરસાદ વરસતા પાકને જીવતદાન મળ્યું છે. જેને પગલે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.
ગાંધીનગરમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ગાંધીનગરના સેક્ટર 22, સેક્ટર 24, સેક્ટર 16 સહિતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો. આ સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો.
અમદાવાદ બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં 24 કલાકમાં સરેરાશ અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. ઓઢવમાં સૌથી વધુ પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રાઇમ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement
gujarati.abplive.com
Opinion