શોધખોળ કરો
Advertisement
ધારીઃ 5 વર્ષના બાળક પર દીપડાએ કર્યો હુમલો, સારવાર દરમિયાન થયું મોત
બાળકના મોતના સમાચારથી તેના માતા-પિતાએ રોકકળ કરતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું.
ધારીઃ પાણીયા રેન્જના ચાંચાઈ રાઉન્ડમાં ફરી એક વખત દીપડાનો આતંક સામે આવ્યો છે. દીપડાએ 5 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલાના કારણે આજુબાજુના લોકો દોડી આવતાં ઘાયલ અવસ્થામાં બાળકને મુકીને દીપડો ભાગી ગયો હતો.
મળતી વિગત પ્રમાણે મધ્યપ્રદેશના ખેતમજૂર પરિવાર સાથે બાળક ગામની નદીએથી ખેતર તરફ જતા હતા તે સમયે બાળક પર હુમલો કર્યો હતો. લોકોના હોબાળાના કારણે દીપડો બાળકને લોહીલુહાણ હાલતમાં છોડીને ભાગી ગયો હતો. જે બાદ ગંભીર રીતે ઘવાયેલા બાળકને સીએચસી સેન્ટરમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું કરૂણ મોત થયું હતું. બાળકના મોતના સમાચારથી તેના માતા-પિતાએ રોકકળ કરતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું.
આ બાબતની જાણ વન વિભાગને થતા ભાગી ગયેલ દીપડાને શોધવાનું કામ હાથ ધર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement