Chota udaipur : એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટે હત્યા કેસમાં 11 આરોપીઓને આજીવન કેદ ફટકારી
બોડેલી તાલુકા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટે સૌથી મોટો ચૂકાદો આપ્યો છે. હત્યાના કેસમાં 11 આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
છોટા ઉદેપુર: બોડેલી તાલુકા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટે સૌથી મોટો ચૂકાદો આપ્યો છે. હત્યાના કેસમાં 11 આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. સંખેડાના રાયપુર ગામે 2018 હત્યાનો બનાવ બન્યો હતો.
ખેતરમાં ખેડાણ ન કરવા બાબતે બોલાચાલી બાદ આરોપીઓ ઉશ્કેરાઈ ઘર આંગણે વિનોદ બારીયાની હત્યા કરી હતી. છગન બારીયા, ઝવેર બારીયા, ચીમન બારીયા, ઉકેડ બારીયા, મહેશ બારીયા આરોપીઓને સજા કરવામાં આવી છે. મહેશ ઉર્ફે ભટો છગન બારીયા,હસમુખ બારીયા, સુરેશ બારીયા, જેસિંગ બારીયા, દિલીપ બારીયા, વિઠ્ઠલ બારીયા નામના આરોપીઓને સજા સંભળાવવામાં આવી છે. સંખેડાના રાયપુર ખાતે વર્ષ 2018ના વર્ષમાં થયેલા હત્યાના કેસમાં આજરોજ બોડેલી સેશન્સ કોર્ટ દ્વારા 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
અંકલેશ્વર નજીક ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગૂમાવતા કાર કેનાલમાં ખાબકી
અંકલેશ્વરમાં એક ભંયકર રોડ દુર્ધટનાના કારણે કાર કેનાલમાં ખાબકી, જેના કારણે પત્ની વહેલમાં તણાઇ જતાં લાપતા છે. જેની શોધખોળ ચાલી રહી છે. પતિ પત્ની બંને મૂવિ જોઇને ઘરે પરત ફરતા હતા આ દરમિયાન રોડ પર અચાનક જ ભૂંડનું ઝૂંડ આવી ગયું, કાર સ્પીડમાં હોવાથી કારને સાઇડમાં કરવા જતાં ડ્રાઇવરે સ્ટિયરિગ પરથી કાબૂ ગૂમાવ્યો અને કાર કેનાલમાં ખાબકી. આ દુર્ઘટનામાં પતિનો આબાદ બચાવ થયો પરંતુ પત્ની કેનાલના વહેણમાં તણાઇ જતાં લાપતા થઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પત્નીની શોધ ખોળ માટે રેસ્ક્યુ શરૂ કર્યું હતું.
બીજી તરફ અરવલ્લીના ધનસુરાના અંબાસર પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, ધનસુરાના અંબાસર પાસે બાઈક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોની ઓળખ દિપક સોલંકી, અજય પરમાર અને સિદ્ધરાજસિંહ સોલંકી તરીકે કરવામાં આવી છે.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. યુવકોના મોતને લઈ પરિવારજનોમાં શોકનો માહોલ છે. અકસ્માત સર્જનાર ડમ્પરનો ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે ડમ્પર કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.