શોધખોળ કરો
સૌરાષ્ટ્રના આ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતાં પાંચ દિવસ બંધ રહેશે શાકમાર્કેટ, ખરીદી માટે ઉમટી ભીડ
આગામી 11મી જુલાથી 15મી જુલાઇ સુધી શાકભાજી અને ફ્રૂટનું વેચાણ બંધ કરવાનું નક્કી કરાયું છે.

લીંબડીઃ સુરેન્દ્રનગર જિલ્લામાં અનલોક-2માં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. એમાં પણ લીંબડી શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા પાંચ દિવસ માટે શાકમાર્ટે બંધ રાખવાનું નક્કી કરાયું છે. આગામી 11મી જુલાથી 15મી જુલાઇ સુધી શાકભાજી અને ફ્રૂટનું વેચાણ બંધ કરવાનું નક્કી કરાયું છે. આ જાહેરાતને પગલે આજે બજારમાં શાકભાજી અને ફ્રૂટની ખરીદીમાં લોકોની ભીડ જામી હતી. લીંબડી શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા શાકમાર્કેટ એસોસિએશન દ્વારા શાકભાજી અને ફ્રુટનું વેચાણ પાંચ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
વધુ વાંચો




















