હવે સિંહને પણ કોરોનાની વેક્સિન અપાશે. સરકાર પાસે માંગવામાં આવી મંજૂરી
હવે સિંહને પણ કોરોનાની રસી આપવામાં આવશે. જૂનાગઢ સ્થિત સક્કરબાગ ઝૂમાં હવે સિંહને પણ કોરોના વેક્સિન અપાશે.
જૂનાગઢઃ હવે સિંહને પણ કોરોનાની રસી આપવામાં આવશે. મળતી માહિતી અનુસાર જૂનાગઢ સ્થિત સક્કરબાગ ઝૂમાં હવે સિંહને પણ કોરોના વેક્સિન અપાશે. હાલ ઝૂ તરફથી મંજૂરી માંગવામાં આવી છે. જૂનાગઢના ગીર પંથકમાં મોટી સંખ્યામાં એશિયાટીક સિંહો વસવાટ કરે છે. આ અંગે સક્કરબાગ ઝૂના DFO નિરવકુમારનો એબીપી અસ્મિતાએ સંપર્ક કર્યો હતો. જેમણે ઝૂ તરફથી સિંહોને કોરોનાની વેક્સિન માટે રાજ્ય સરકાર પાસે મંજૂરી માગવામાં આવી હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. જોકે હજુ સુધી કોઈ મંજૂરી મળી નથી કે સરકાર તરફથી મંજૂરી આપતો પરિપત્ર પણ હજુ અમને મળ્યો ન હોવાનો દાવો તેમણે કર્યો હતો.
રાજનીતિમાં એન્ટ્રીને લઈને ખોડલધામના નરેશ પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
રાજકોટઃ રાજનીતિમાં એન્ટ્રને લઈને ખોડલધામના નરેશ પટેલે ફરી એકવાર નિવેદન આપ્યું છે. રાજકારણમાં આવવું કે નહીં તે સમયનો પ્રશ્ન. સમાજ ઇચ્છશે તો ચોક્કસપણે રાજકારણમાં આવીશ. બંને પક્ષો તરફથી સમાજને મહત્વ મળે છે. રાજકારણમાં દરેક સમાજ સાથે હોય તો જ રાજકારણ થઈ શકે. તેમણે આ નિવેદન પત્રકાર પરીષદમાં આપ્યું હતું. આજે ખોડલધામનો પંચ વર્ષીય પાટોત્સવ છે, ત્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું.
રેલવેમાં નોકરી કરવાની તક, 56 જગ્યાઓ માટે ભારતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
Bank Jobs: આ સરકારી બેંકમાં ઘણી બધી જગ્યાઓ પર ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
Crime News: યુવતીના પ્રેમલગ્નથી નારાજ હતા પરિવારજનો, પ્રેમીનું કર્યુ અપહરણને કાપી નાંખ્યો પ્રાઇવેટ પાર્ટ
Bike Tips for Winter: ઠંડીમાં બાઇક ચલાવતી વખતે આ 5 વાતો રાખો ધ્યાનમાં, બાઇક રહેશે ફિટ