શોધખોળ કરો
Advertisement
'વાયુ' વાવાઝોડું વધુ પ્રચંડ બન્યું, ગુજરાતના દરિયાકાંઠે કેટલા કિમીની ઝડપે ટકરાશે, જાણો વિગતે
વાવાઝોડાની ગતિ પહેલા કરતાં વધી ગઈ છે. 140થી 150 કિલોમીટરની ઝડપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાશે.
નવી દિલ્હીઃ વાયુ વાવાઝોડુ ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. થોડી જ કલાકમાં વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. વાયુ વાવાઝોડું વધુ મજબૂત થઈને વેરી સીવિયર સાયકોલનમાં પરિવર્તિત થઈ ગયું છે.
વાવાઝોડાની ગતિ પહેલા કરતાં વધી ગઈ છે. 140થી 150 કિલોમીટરની ઝડપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાશે. વાવાઝોડું વેરાવળથી 380 કિલોમીટર દૂર છે. આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.IMD: Very severe #CyclonicStormVayu over Eastcentral Arabian Sea moved further northwards in last 6 hrs&lay centred at 0230 hrs of 12 June over Eastcentral Arabian Sea, about 450 km west-northwest of Goa, 290 km south-southwest of Mumbai & 380 km nearly south of Veraval (Gujarat)
— ANI (@ANI) June 12, 2019
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના પ્રવાસે આવેલા ટુરિસ્ટને અપીલ કરી. તેમણે કહ્યું કે, દ્વારકા, સોમનાથ, સાસણ, કચ્છના પ્રવાસે ગયેલા લોકો 12 જૂનની બપોર સુધીમાં સુરક્ષિત સ્થળે ખસી જશો. રૂપાણીએ વિનંતી કરી કે શક્ય હોય તો પ્રવાસીઓ આ સ્થળો છોડીને પરત જાય જેથી તેમને વાવાઝોડાથી કોઈ નુકસાન ન થાય. વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર- કચ્છના 11 જિલ્લા કચ્છ, ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ઉપરાંત દીવને પણ અસર પહોંચવાની સંભાવના છે. દરમિયાનમાં વાવાઝોડા પહેલાં સુરત અને તાપી જિલ્લામાં તથા ડેડીયાપાડા તાલુકામાં વરસાદ સંબંધિત ઘટનામાં કુલ પાંચ વ્યક્તિનાં મોત થયા છે તેમાંથી ત્રણ વ્યક્તિના વીજળી પડવાથી અને બે વ્યક્તિના ઝાડ પડવાથી મોત થયા છે.SCS ‘VAYU’ over Eastcentral Arabian Sea intensified into Very Severe Cyclonic Storm near latitude 17.1°N and longitude 70.6°E is about 420 km west-northwest of Goa, 320 km south-southwest of Mumbai. It is likely to cross Gujarat coast between around Veraval . pic.twitter.com/xe8EmORHK6
— India Met. Dept. (@Indiametdept) June 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion