શોધખોળ કરો

વ્યસનીઓ માટે ખુશખબરઃ ગુજરાતના આ વિસ્તારમાં ખુલશે પાન મસાલાની દુકાનો, જાણો કઈ વાતનું રાખવું પડશે ધ્યાન

પાનમસાલાના બંધાણીઓ તેનું સેવન જાહેરમાં નહિ કરી શકે. જાહેરમાં તમાકુનું સેવન પ્રતિબંધિત જ છે.

નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે દેશમાં ફરી એક વખત લોકડાઉન વધારવામાં આવ્યું છે. દેશમાં બે અઠવાડીા સુધી લોકડાઉનમાં વધારો કરવામાં આવ્યો છે. હવે દેશમાં 17 મે સુધી લોકડાઉન રહેશે. સરકારે તેનો નિર્ણય કર્યો છે. સરકારે કહ્યું હાલ લોકડાઉન ખત્મ કરવાથી નુકશાન થઈ શકે છે એટલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. દેશની લગભગ મોટા ભાગની વસ્તી હાલ ઘરોમાં કેદ છે. ત્યારે આવા સમયે જીવન જરૂરિયાતની વસ્તુઓને લઈ ઘડી અગવડો આવતી હોય છે. જો કે, અમુક પ્રકારની વસ્તુઓની છૂટ મળતી થોડી રાહત થઈ છે. પણ આ બધાની વચ્ચે હાલ ગુટખા તમાકુના બંધાણીઓ માટે સૌથી સારા સમાચાર કહી શકાય તેમ ગુજરાતમાં હવે પાન મસાલાની દુકાનોને છૂટ આપવામાં આવી છે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાન મસાલા ખાવાનું ચલણ વધારે છે. ત્યારે પાન મસાલાના શોખીનો માટે સારા સમાચાર એ છે કે, ગુજરાતમાં પાનના ગલ્લાને ખોલવાની છૂટ અપાઇ છે. પણ તેમાં શરત એ જ છે કે, ગુજરાતમાં પાનના ગલ્લાને માત્ર ગ્રીન ઝોન વિસ્તારમાં જ ખોલવાની છૂટ અપાઈ છે. પાનમસાલાના બંધાણીઓ તેનું સેવન જાહેરમાં નહિ કરી શકે. જાહેરમાં તમાકુનું સેવન પ્રતિબંધિત જ છે. સાથે સાથે પાનપાર્લરના માલિકો અને દુકાન ચાલકોએ ગ્રાહકો વચ્ચે 6 ફૂટનું ડિસ્ટન્સ રાખવું ફરજિયાત રહેશે. ગુજરાતમાં ગ્રીન ઝોનમાં કુલ પાંચ જિલ્લા આવે છે, જ્યાં પાન મસાલાની દુકાનો ખોલવામાં આવશે. આ પાંચ જિલ્લામાં મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા​ નો સમાવેશ થાય છે. જોકે કેન્દ્ર સરકારે આ છૂટ આપી છે અને તેના પર અંતિમ નિર્ણય રાજ્ય સરકારે કરવાનો છે. એટલે કે રાજ્ય સરકાર ઇચ્છે તો આ છૂટને પરત લઈ શકે છે. માટે હવે જોવાનું રહેશે કે 3 મે પહેલા રાજ્ય સરકાર આ મામલે કોઈ અલગ નિર્ણય કરે છે કે પછી કેન્દ્ર સરકારના નિર્ણયનું પાલન કરે છે.

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget