(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના આ જિલ્લામાં આવતી કાલથી લોકડાઉન, એ પહેલાં બજારોમાં જબરદસ્ત ભીડ ઉમટતાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા...
કલેક્ટર, SP, વેપારી અને તબીબો સાથેની બેઠક બાદ આ લોકડાઉનનો મહત્વનો નીર્ણય લેવામાં આવ્યો હતો.
પાટણઃ મંગળવારથી પાટણ જિલ્લામાં લોકડાઉન શરૂ થવાનું છે. જોકે લોકડાઉન શરૂ થાય એ પહેલા જ જિલ્લની તમામ બજારોમાંથી ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. હારીજ, ચાણસ્મા, સિદ્ધપુર, રાધનપુર, સમી, વારાહી અને પાટણ શહેરની બજારોમાં માનવ મહેરામણ ઉમટ્યુ છે. લોકડાઉન પહેલા લોકોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા છે તો વેપારીઓ પણ વેપાર કરવામાં ભાન ભૂલ્યા છે.
સરકારની ગાઈડલાઈનના સરેઆમ લીરેલીરા ઉડ્યા છે. આવતી કાલથી પાટણ જિલ્લામાં જે લોકડાઉંન જાહેર કરવામાં આવતા હારીજની બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી.
હારીજમાં કોરોના વિસ્ફોટ થાય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. તો બીજી બાજુ માસ્કને સોશ્યલ ડિસ્ટન્સનો પણ આભાવ જોવા મળ્યો હતો. એક બાજુ વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છતાં સરકારી ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવતું નથી.
આ પહેલા પાટણ જિલ્લામાં 7 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જે આવતીકાલ એટલે કે 20 એપ્રિલથી લાગુ થવાનું હતું. કલેક્ટર, SP, વેપારી અને તબીબો સાથેની બેઠક બાદ આ મહત્વનો નીર્ણય લેવામાં આવ્યો હતો. જિલ્લામાં સતત વધતા સંક્રમણને લઇને જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, કોરોનાના બીજા વેવમાં રાજ્યમાં પ્રથમ પાટણ જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્વૈચ્છિક લોકડાઉનમાં જીવન જરૂરીયાત વસ્તુ માટે લોકો બહાર નીકળી શકશે. મેડિકલ, કરીયાણુ, દૂધ પાર્લર હોસ્પિટલ સેવા શરૂ રહેશે.
જીવન જરૂરિયાતની વસ્તુએ મળશે તેમ છતાં લોકો લોકડાઉનના એક દિવસ પહેલા બજારમાં ભીડ ભેગી કરી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા છે.
રેમડેસિવિર ઇન્જેક્શન ક્યારે અપાય અને ક્યારે નહીં ? જાણો તજજ્ઞ ડોક્ટર્સ શું સલાહ આપે છે....
ગુજરાતના આ શહેરમાં કોરોનાનો કેસનો આંકડો 1 લાખને પાર, જાણો છેલ્લા 15 દિવસમાં નોંધાયા કેટલા કેસ
મહેસાણામાં પટેલ યુવક ગંભીર બિમારીનો ભોગ બનતા જાપાનમાં ફસાયો, પાછા આવવા જોઈએ 1.25 કરોડ પણ.....
ગુજરાતના પાડોશી રાજ્યમાં 15 દિવસનું ‘લોકડાઉન’, જાણો લગાવાયા કેવા કેવા પ્રતિબંધો