'રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે, હવે આ પ્રકરણ પુરું થાય છે' - વજુભાઇ વાળાની ક્ષત્રિય આંદોલન મુદ્દે પ્રતિક્રિયા
રાજ્યમાં ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલન પર હવે વજુભાઇ વાળા સામે આવ્યા છે. લાંબા ગાળા બાદ ભાજપના ક્ષત્રિય નેતા અને સીનિયર પાર્ટી નેતા વજુભાઇ વાળાએ મોટી પ્રતિક્રિયા આપી છે
Lok Sabha Election 2024: રાજ્યમાં બે દિવસ બાદ આગામી 7મી મેએ એક જ તબક્કામાં તમામ 26 બેઠકો પર મતદાન યોજાશે. ગુજરાતમાં અત્યારે ભાજપ માટે કપરાં ચઢાણ સાબિત થઇ રહ્યાં છે, કેમ કે રાજ્યમાં ક્ષત્રિય સમાજનું આંદોલન પુરજોશમાં ચાલી રહ્યું છે અને ઠેર ઠેર ભાજપ વિરૂદ્ધ મતદાન કરાવવા માટે શપથ લેવડાવાઇ રહ્યાં છે, ત્યારે હવે ભાજપના ક્ષત્રિય નેતા વજુભાઇ વાળાએ મોટું સ્ટેટમેન્ટ સામે આવ્યુ છે.
રાજ્યમાં ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલન પર હવે વજુભાઇ વાળા સામે આવ્યા છે. લાંબા ગાળા બાદ ભાજપના ક્ષત્રિય નેતા અને સીનિયર પાર્ટી નેતા વજુભાઇ વાળાએ મોટી પ્રતિક્રિયા આપી છે. આ પહેલા એક શ્રદ્ધાંજલિ સભા દરમિયાન પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય બહેનો માટે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેને લઇને રાજ્યમા છેલ્લા બે મહિનાથી ક્ષત્રિયો ઠેર ઠેર રૂપાલાનો વિરોધ કરી રહ્યાં છે. હાલમાં જ વજુભાઇ વાળાએ ક્ષત્રિય સમાજના આંદોલનને લઇને જણાવ્યું છે કે, રૂપાલાએ માફી માગી લીધી છે, હવે આ પ્રકરણ પૂર્ણ થાય છે. દરેક સમાજમાં થોડી ઘણી નારાજગી રહેતી હોય છે. તેમને વધુમાં જણાવ્યુ કે, ક્ષત્રિય સમાજ ભાજપની સાથે હતો અને છે. જે પણ નારાજગી હશે ધીમે ધીમે દુર કરાશે. ગ્રામ્ય વિસ્તારમાં નારાજગીનો દોર પૂર્ણ થતો જાય છે.
'ક્ષત્રિયોમાં બે ફાંટા' - પીએમની ગુજરાતમાં એન્ટ્રીથી ચિત્ર બદલાયું, 15 રાજવી પરિવારો ભાજપના સમર્થનમાં ઉતર્યા
ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે. ક્ષત્રિયો રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિરોધમાં જબરદસ્ત આંદોલન કરી રહ્યાં છે. ઠેર ઠેર શપથ અને સોગંધ લેવડાવાઇ રહ્યાં છે કે, આ લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ જંગી મતદાન કરવામાં આવે. આ તમામ કાર્યક્રમ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ હેઠળ થઇ રહ્યો છે, પરંતુ હવે ક્ષત્રિય સમાજ બે ભાગમાં વહેંચાઇ ગયો હતો, તેમ લાગી રહ્યું છે. તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતના 15 જેટલા રાજવી પરિવારો અને 46 જેટલા રાજવીએઓ ભાજપ અને નરેન્દ્ર મોદીને આ મુદ્દે ખુલ્લુ સમર્થન આપ્યુ છે. આ બાબલે આજે રાજકોટના રાજવી પેલેસમાં એક બેઠક મળી હતી.
રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજની બહેનો માટે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી મામલે રોષ ઉગ્ર બન્યો છે. છે બે મહિનાથી ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ ગુજરાતમાં ઠેર ઠેર સભાઓ અને બેઠકો કરીને ભાજપ અને રૂપાલા વિરૂદ્ધ મતદાન કરવાનું આહવાન કરી રહી છે. પરંતુ હવે નરેન્દ્ર મોદીની ગુજરાત યાત્રા બાદ ચિત્ર બદલાઇ ગયુ છે. હાલમાં જ ગુજરાતના 15 જેટલા રાજવી પરિવારો અને 46 જેટલા રાજવીઓએ ભાજપ અને નરેન્દ્ર મોદીને ખુલ્લુ સમર્થન જાહેર કર્યુ છે, આ માટે 15 જેટલા રાજવીઓ દ્વારા લેટર અને સપોર્ટ મળ્યા છે.
આજે રાજકોટમાં રાજવી પેલેસમાં સૌરાષ્ટ્રના અલગ-અલગ પંથકના રાજવીઓ એકઠા થયાં હતા, જેમાં રાજવી માંધાતાસિંહ જાડેજા, જસદણના રાજવી સત્યરાજીતકુમાર ખાચર, પાળિયાદના ભયલુબાપુ, ચોટીલા સ્ટેટ મહાવીરભાઇ ખાચર સહિતના ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યાં, રાજકોટના રાજવી, કચ્છના મહારાણી, ભાવનગરના રાજવી, ગોંડલ સ્ટેટ, દાંતા સ્ટેટ, સહિતના રાજવીઓએ ભાજપ અને નરેન્દ્ર મોદીના સમર્થનમાં આવ્યા છે. આ તમામે ભાજપ અને નરેન્દ્ર મોદીને ખુલ્લુ સમર્થન આપ્યુ છે, લગભગ 15 જેટલા રાજવીઓ લેટર સાથે પોતાનું સમર્થન જાહેર કર્યું હતુ.
આ દરમિયાન રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ વડાપ્રધાનના વખાણ કર્યા અને કહ્યું કે, વડાપ્રધાન 16 થી 18 કલાક સતત કામ કરી રહ્યાં છે. 2024માં આપણે બધા સાથે મળીને ફરીથી ફરીથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવીએ. વડાપ્રધાને અનેક મંદિરોનો જીર્ણોધ્ધાર કર્યો છે. ખાસ વાત છે કે રાજકોટ સહિત ગુજરાત રાજ્યના 46 જેટલા રાજવીઓએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું છે. તેમને જણાવ્યુ કે, આ વખતે કમળના ફૂલને મત આપીએ, એ મત સનાતન ધર્મ અને વડાપ્રધાનને જાય છે.
ઉલ્લેખનીય છે કે, એકબાજુ ગુજરાતમાં રાજવી પરિવારો ખુલ્લેઆમ ભાજપ અને નરેન્દ્ર મોદીના સમર્થનામાં ઉતર્યા છે, તો વળી બીજીબાજ ક્ષત્રિય સંકલન સમિતિ સતત વિરોધ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની સાથે જ ક્ષત્રિયોમાં બે ફાંટા પડી ગયા હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.