VIDEO: એ, ચલો ભાઈ! વોટ આપ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ થયા ગુસ્સે, જુઓ પછી શું થયું
Lok Sabha Election 2024 Phase 3: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે (7 મે, 2024) અમદાવાદમાં તેમના પરિવારના સભ્યો સાથે મતદાન કર્યું.
Lok Sabha Election 2024 Phase 3: કેન્દ્રીય ગૃહ પ્રધાન અને લોકસભા ચૂંટણી 2024માં ગાંધીનગરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર, અમિત શાહ, મંગળવારે (7 મે, 2024) ના રોજ મતદાન કર્યા પછી ગુસ્સે થઈ ગયા. આ દરમિયાન તેણે ભીડની વચ્ચે એક યુવકને ખખડાવ્યો અને તેને પાછળ હટી જવા કહ્યું. બાદમાં, જ્યારે તે મતદાન મથકની આગળ વધ્યા, ત્યારે ત્યાં આસપાસના લોકોને જોઈને તે ફરીથી ગુસ્સે થયા, તેમણે ખખડાવતા કહ્ઝાયું કે, - અરે... ચાલો ભાઈ, અહીંથી ચાલ્યા જાઓ!
આ સમગ્ર મામલો ગુજરાતના અમદાવાદ શહેરનો છે. લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં અમિત શાહ તેમની પત્ની સોનલ શાહ અને પુત્ર જય શાહ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ જેવા તે પોલિંગ બૂથની બહાર આવ્યા કે તરત જ તેમની એક ઝલક મેળવવા માટે ત્યાં ભીડ એકઠી થઈ ગઈ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટનાસ્થળે કેટલાક લોકોએ આગળ આવવા માટે ધક્કો મારવાનું શરૂ કર્યું, જેના કારણે અમિત શાહ ગુસ્સે થઈ ગયા. એબીપી ન્યૂઝ પર બતાવવામાં આવેલા ટીવી ફીડ (વિઝ્યુઅલ્સ)માં તે એક વ્યક્તિને ખખડાવતા જોવા મળ્યા હતા.
અમિત શાહને જોતા જ જય શ્રી રામના નારા લાગ્યા
બાદમાં, ન્યૂઝ એજન્સી પીટીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા એક મિનિટ 32 સેકન્ડના વીડિયોમાં, તે ફરીથી ભીડમાં કેટલાક લોકો પર ગુસ્સે થતા જોવા મળ્યા હતા. જ્યારે તેઓ મતદાન કર્યા બાદ મતદાન મથકની બહાર જઈ રહ્યા હતા ત્યારે 'જય શ્રી રામ'ના નારા લગાવવામાં આવી રહ્યા હતા. તે જ સમયે કેટલાક લોકો આગળ આવવાનો પ્રયાસ કરવા લાગ્યા, જેના પછી અમિત શાહ ગુસ્સે થઈ ગયા અને તેમને પાછળ હટવાનો સંકેત આપતા જોવા મળ્યા. કેન્દ્રીય ગૃહમંત્રીએ મીડિયાકર્મીઓને પણ પાછળ હટવાનું કહ્યું. આગળ શું થયું તે જુઓ:
VIDEO | Lok Sabha Elections 2024 Phase 3: Union Home Minister and BJP candidate from Gandhinagar constituency Amit Shah (@AmitShah) casts his vote at a polling booth in Ahmedabad.#LSPolls2024WithPTI #LokSabhaElections2024
— Press Trust of India (@PTI_News) May 7, 2024
(Full video available on PTI Videos -… pic.twitter.com/y0HvKUojkZ