અહમદ પટેલનો પરિવાર પણ કોંગ્રેસને મત નહીં આપી શકે, ભાવનગરમાં રહેતા કોંગ્રેસના મોટા નેતા કોંગ્રેસને મત નહીં આપી શકેઃ પીએમ મોદી
PM મોદીએ કહ્યું, ગુજરાતે વિકાસ કર્યો છે તેની પાછળ વિઝન અને લાંબા ગાળાની મહેનત રહી છે, બનાસકાંઠાના લોકો ધુળની ડમરીમાં મોટા થયા છીએ. ગમે તેટલી ગરમી હોય, પુરે પૂરું મતદાન થવું જોઈએ.
PM Modi Lok Sabha Rally: લોકસભા ચૂંટણીના ધમધોકાટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી ગયા છે. આજે તેમણે ગુજરાતની ચૂંટણી માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી ચૂંટણી મેદાનમાં છે. વડાપ્રધાન મોદીએ મા અંબાના જય જયકારથી જાહેરસભા સંબોધવાનું શરૂ કર્યું હતું. તેમણે ગુજરાતના સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યુ કે આજનો દિવસ નવા સંકલ્પ સાથેનો દિવસ છે. 2014માં દિલ્હીમાં મોકલીને દેશની સેવા કરવાનો અવસર આપ્યો હતો. 2014 પહેલા દેશમાં આતંકવાદના સમાચાર જ મળતા હતા. 2014 પહેલા દેશમાં ભ્રષ્ટાચારના સમાચાર જ મળતા હતા. 2014 પહેલા દેશ નિરાશામાં ડૂબેલો હતો. 2014 પહેલા દેશના યુવાનને ભવિષ્યની ચિંતા હતી. વડાપ્રધાને ફેક વીડિયોને લઇને કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે હિંમત હોય તો સામેથી વાર કરો.
‘ધર્મના આધારે અનામતનો ખેલ નહીં થાય’
કોંગ્રેસના આરોપ પર વડાપ્રધાન મોદીએ દેશને ગેરન્ટી આપી હતી. તેમણે કહ્યું કે અનામતમાં કોઇ ફેરફાર થશે નહીં. જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી અનામતની રક્ષા થશે. જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી અનામતની રક્ષા થશે. કર્ણાટકમાં કોંગ્રેસે મુસ્લિમોનો OBCમાં સમાવેશ કર્યો છે. કોંગ્રેસ દલિત, SC-STનો હક છીનવવા માંગે છે. મોદી છે ત્યા સુધી ધર્મના આધારે અનામતનો ખેલ નહીં થાય. બંધારણના આધારે મળેલા અનામતમાં છેડછાડ થશે નહીં. અમારા સિવાય એકપણ પક્ષ 272 ઉમેદવારને લડાવી રહ્યો નથી.
#WATCH | Gujarat: In Banaskantha's Deesa, PM Modi says, "If you want to form a government, then at least 272 seats are required. Except for the BJP, no political party in the country is contesting 272 seats, and then they are saying they will form the government. Even the royal… pic.twitter.com/n6HZn6DJvu
— ANI (@ANI) May 1, 2024
આજે ગુજરાતનો સ્થાપના દિવસ આપણા બધા માટે નવા સંકલ્પનો દિવસ, નવી ઊર્જા માટેનો દિવસ અને એ નિમિતે આ વખતે આપણે સંકલ્પ લઈએ વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાત બનાવવામાં અમે કોઈ કમી નહિ રહેવા દઈએ.
— BJP Gujarat (@BJP4Gujarat) May 1, 2024
- પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી #મોદી_સાથે_ગુજરાત pic.twitter.com/S5Gt5PQeVf
‘કોંગ્રેસના લોકો પર વિશ્વાસ કરી શકાય નહીં’
ગાંધી પરિવાર પર વડાપ્રધાન મોદીએ નિશાન સાધતા કહ્યુ કે દિલ્હીમાં ગાંધી પરિવાર કોંગ્રેસને મત નહીં આપી શકે. દિલ્હીમાં કોંગ્રેસ આપ સાથે ગઠબંધ કર્યું છે. અહમદ પટેલનો પરિવાર કોંગ્રેસને મત નહીં આપી શકે. ભરુચમાં કોંગ્રેસે આપ સાથે ગઠબંધન કર્યુ છે. કોંગ્રેસના લોકો પર વિશ્વાસ કરી શકાય નહીં. કોંગ્રેસના લોકો ઘોષણા કરે, અનામતને હાથ નહીં લગાવીએ. કોંગ્રેસ પાસે મુદ્દા અને વિઝન નથી. કોંગ્રેસની હરકતોને મતદારોએ જવાબ આપ્યો છે.
આ જે કોંગ્રેસની સ્થિતિ એવી છે કે ,એમનું શાહી પરિવાર છે જે દિલ્લીમાં રહે છે, એમની દશા એવી છે કે પોતે આ વખતે કોંગ્રેસ ને વોટ નહિ આપી શકે. આ મોદી સાહેબની કમાલ જ છે ને.
— BJP Gujarat (@BJP4Gujarat) May 1, 2024
- પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી #મોદી_સાથે_ગુજરાત
વધુમાં તેમણે કહ્યું કે 2019માં કોંગ્રેસે ચોકીદાર ચોરનો નારો આપ્યો હતો. કોંગ્રેસે રાફેલની મજાક ઉડાવી હતી. 2019 બાદ કોંગ્રેસે સતત મોદીનું અપમાન કર્યું છે. કોંગ્રેસના શેહજાદાએ મોદી, OBC સમાજને ચોર કહ્યા હતા. 2024માં કોંગ્રેસ, ગઠબંધન જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. અનામત ખતમ કરવાની કોંગ્રેસ અફવા ફેલાવી રહી છે. વિપક્ષના લોકો નકલી વીડિયો ફેલાવી રહ્યા છે. અનામત ખતમ કરવાની કોંગ્રેસ અફવા ફેલાવે છે.
પીએમ મોદીએ કહ્યું, રાજસ્થાનમાં 1 પણ સીટ નહિ આવે. હું ડંકાની ચોટ પર દુનિયાને રેકોર્ડ પર કહું છું જ્યાં સુધી ભાજપ છે, મોદી છે ત્યાં સુધી અનામતની રક્ષા કરીશું
કોંગ્રેસે કહ્યું અમે આખાં દેશનો એક્સ-રે કરીશું, તમારા લોકરમાં શું પડયું છે? તમારા બેંકમાં શું પડયું છે? દાગીનાનો પણ એક્સ-રે પછી એ લૂંટી લેવાનું આ એમણે મેનિફેસ્ટોમાં કહ્યું છે.
— BJP Gujarat (@BJP4Gujarat) May 1, 2024
- પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી #મોદી_સાથે_ગુજરાત