શોધખોળ કરો

Veraval : ચાર સંતાનોના પિતાએ 34 વર્ષીય યુવતી સાથે કર્યા નિકાહ, લગ્નના બીજા દિવસે જ થયું એવું કે જાણીને ચોંકી જશો

શાઇમાબેન સાથે મુલાકાત કરાવતા બંન્‍નેને પસંદ પડેલ હોવાથી નિકાહ કરવાનું નક્કી કરેલ હતુ. આ સમયે નિકાહ કરવા માટે વસ્‍તુ લેવા જણાવતા ઇબ્રાહીમભાઇએ રૂ.35 હજારની સોનાની વીટી તથા રૂ.15 હજારના કપડા-કટલેરીનો સામન લઇ આપેલ હતો. 

વેરાવળઃ ચાર સંતાનોના આઘેડ પિતાને બીજા નિકાહ કરવાનો અભરખો ભારે પડયો છે. લુંટેરી દુલ્હન ચીટર ગેંગનો શિકાર બનતા બનતા રહી ગયા હતા.  નિકાહના બીજા જ દિવસે દુલ્‍હને ઘર ચલાવવાની ના પાડી દાગીના લઇ પરત જઇ રહેલ ત્‍યારે આઘેડે દાગીના પરત લઇ લેતા મામલો પોલીસ સ્‍ટેશને પહોંચ્યો હતો. જયાં સમગ્ર હકકીત સામે આવતા પોલીસે સર્તક કાર્યવાહી હાથ ઘરી ચીટર ગેંગની દુલ્‍હન અને સાથીદારની ઘરપકડ કરી હતી. 

વેરાવળની કૌશર કોલોનીમાં રહેતા અને બોટમાં કામ કરતા ઇબ્રાહીમ મુસાભાઇ મુકાદમ (ઉ.વ.59)ને ચાર સંતાનો છે. જે પૈકી ત્રણ પરણીત અને એક કુંવારો છે. ઇબ્રાહીમભાઈના પત્‍નીનું દોઢેક વર્ષ પહેલા હાર્ટએટેકથી મૃત્‍યુ થયેલ હતું. જેથી ઇબ્રાહીમભાઇને બીજા લગ્ન કરવા હોવાથી તેમના એક પરીચીત મારફત અંકલેશ્ર્વર રહેતા ઇરફાન યુસુફભાઇ શેખનો સંપર્ક થયેલ તેઓએ રૂ.40 હજારમાં લગ્‍ન કરાવી આપવાનું નકકી થયેલ હતુ. 

ચારેક દિવસ પૂર્વે ઇરફાનભાઇએ ફોન કરીને ઇબ્રાહીમભાઇને અંકલેશ્વર બોલાવેલ અને ત્‍યાંથી બંન્‍ને છોકરી જોવા સુરત ગયેલ હતા. જ્યાં શાઇમાબેન સાથે મુલાકાત કરાવતા બંન્‍નેને પસંદ પડેલ હોવાથી નિકાહ કરવાનું નક્કી કરેલ હતુ. આ સમયે નિકાહ કરવા માટે વસ્‍તુ લેવા જણાવતા ઇબ્રાહીમભાઇએ રૂ.35 હજારની સોનાની વીટી તથા રૂ.15 હજારના કપડા-કટલેરીનો સામન લઇ આપેલ હતો. 

બે દિવસ પૂર્વે ત્રણેય સાથે વેરાવળ આવી અત્રે ઇબ્રાહીમભાઇ સાથે શાઇમાબેનના નિકાહ કરાવેલ હતા. જેના બીજા જ દિવસે શાઇમાબેનએ તેમના મોટા બાપુ ગુજરી ગયેલ હોવાનું જણાવી પીયરમાં જવાનું કહી કપડા તથા સોના- ચાંદીના દાગીના પેક કરવા લાગેલ અને આ જ સમયે ઇરફાનભાઇએ પણ બાકીના રૂ.30 હજારની માંગણી ઇબ્રાહીમભાઇ પાસે કરતા તેમને શંકા ગઇ હતી. જેથી તેમણે શાઇમાબેનને કહેલ કે આપણે કાલે સાથે જશું તેમ છતાં શાઇમાબેનએ જીદ કરતા તેની પાસેથી ઘરેણા તથા કપડા ઇબ્રાહીમભાઇએ પરત લઇ લેતા શાઇમાબેનએ મારે તારૂ ઘર ચલાવવું નથી તેમ કહી ઘરેથી નીકળી જઇ ઇરફાનભાઇ સાથે પોલીસ ચોકીએ પહોંચી રજુઆત કરી હતી. 

પોલીસે ઇબ્રાહીમભાઇને બોલાવતા તેઓએ સમગ્ર હકીકત જણાવતા આ મામલે સીટી પીઆઈ ડી.ડી.પરમારએ ત્‍વરીત કાર્યવાહી હાથ ઘરી બંન્‍ને આરોપીઓ (1) ઇરફાન યુસુફભાઇ શેખ (ઉ.વ.44) રહે.અંકલેશ્વર સર્વોદય સોસાયટી આંબોલી રોડ ઘર નં.બી-34, (2) શાઇમાબેન હનીફભાઇ શેખ (ઉ.વ.34) રહે.રાંદેર રામનગર કૃતિકા એપાર્ટમેન્ટ પહેલા માળે સી-1 રૂમ નં.103-સુરત વાળાઓને ઝડપી લઇ ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.

આ મામલે ચાર સંતોનોના પિતા એવા આઘેડ ઇબ્રાહીમભાઇની શંકા અને પોલીસની સર્તકતાની કામગીરીથી લગ્‍ન કરવા ઇચ્‍છુક યુવકો-પુરુષોને છેતરતી લુટેરી દુલ્હન ચીટર ગેંગને ઝડપવામાં સફળતા મળી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ લુંટેરી દુલ્હન શાઇમાએ અત્‍યાર સુઘીમાં ત્રણ લગ્નો કરેલા છે. જ્યારે વધુ કેટલા લોકોને શિકાર બનાવી કેટલી છેતરપીંડી કરી છે તે આગળ ની તપાસમાં સામે આવશે. ત્યારે છાસવારે બનતા આવા બનાવોને લઈ પોલીસ દ્વારા પણ અનુરોધ કરાયો છે કે કોઈ પણ લાલચ કે આર્થિક વ્યવહાર કરી લગ્નો કરવા જોઈએ નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget