આજે LRDની લેખિત પરીક્ષા, અમદાવાદ સહિત સાત શહેરોમાં યોજાશે
પરીક્ષા કેંદ્રના તમામ સ્થળો સીસીટીવી કેમેરાથી સજ્જ છે. LRDની 10 હજાર 459 જેટલી જગ્યા માટે અમદાવાદ સહિત સાત શહેરોમા પરીક્ષા યોજાશે.
આજે લોકરક્ષક દળની લેખિત પરીક્ષા યોજાશે. LRDની 10 હજાર 459 જેટલી જગ્યા માટે અમદાવાદ સહિત સાત શહેરોમા પરીક્ષા યોજાશે. કુલ ૨.૯૪ લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા સ્થળો પર તમામ ઉમેદવારોને બાયો મેટ્રિક પદ્ધતિથી જ પ્રવેશ આપવામાં આવશે. લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, રાજકોટ, આણંદ, વડોદરા, ગાંધીનગર સહિત સાત શહેરોમાં યોજવામાં આવશે.
પરીક્ષા કેંદ્ર પર ઉમેદવારો કે કર્મચારીઓના મોબાઇલ તેમજ ડિજિટલ વોચ લઇ જવા પર પ્રતિબંધ મૂકાયો છે. પરીક્ષા કેંદ્રના તમામ સ્થળો સીસીટીવી કેમેરાથી સજ્જ છે. બપોરે 12થી 2 વાગ્યા સુધી યોજાનારી પરીક્ષા માટે 11 વાગ્યા સુધી પહોંચી જવાનું રહેશે. બાયોમેટ્રિકની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ઉમેદવારને પાણી પીવા માટે બહાર ન જવા દેવામાં આવશે નહી અને વર્ગખંડમાં જ પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે રાજ્યના 7 જિલ્લામાં લોક રક્ષક દળની લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજવા સરકાર સજ્જ છે. આજે 954 સેંટર પર લેખિત પરીક્ષા લેવામાં આવશે. પોલીસ અધિકારીઓથી લઈને પરીક્ષાની પ્રક્રિયામાં જોડાયેલા શિક્ષકોને ખાસ તાલીમ આપવામાં આવી છે.
હવે આ દિવસે પડશે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો
પીએમ કિસાન સમ્માન નિધિ યોજના (PM Kisan Scheme)નો 11મો હપ્તો (pm kisan 11th installment) જલદી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામા આવશે. જો તમે હજુ આ યોજના માટે રજિસ્ટ્રેશન નથી કરાવ્યુ તો ફટાફટ કરાવી લો, એપ્રિલ મહિનાના અંતમાં સરકાર ખેડૂતોના ખાતમાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. જાણો તમે કઇ રીતે રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
પીએમ કિસાન યોજનામાં કરાવો રજિસ્ટ્રેશન
તમારે અરજી કરવા માટે તમારે સૌથી પહેલા આની અધિકારિક વેબસાઇટ pmkisan.gov.in પર જવાનુ છે.
અહીંથી તમારે હૉમ પેજ પર Farmer Corners ઓપન કરો.
હવે તમાને એક નવુ ખેડૂત રજિસ્ટ્રેશનન ઓપ્શન દેખાશે.
તમારે અહીં ફોર્મ ફિલ કરવાનુ છે.
આ પછી માંગવામાં આવેલી તમામ જાણકારી નોંધો અને સબમીટ કરી દો.
હવે માંગવામાં આવેલા તમામ ડૉક્યૂમેન્ટ અપલૉડ કરીને અરજી પ્રક્રિયા પુરી કરી દો.
CM યોગી બાદ ભારત સરકારના આ મોટા વિભાગનુ ટ્વીટર એકાઉન્ટ પણ થયુ હેક, જાણો હેકર્સે શું કરી પૉસ્ટ.........
IPL 2022: નેટ પ્રેક્ટિસ દરમિયાન બોલ્ડ થયેલા કોહલીએ સ્ટમ્પ ઉપર ગુસ્સો ઉતાર્યો, વીડિયોમાં જુઓ કોહલીનો ગુસ્સો
Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો, જાણો ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ ?
18+ને કોરોનાની રસીના બૂસ્ટર ડોઝની જાહેરાત બાદ કોવિશિલ્ડ અને કોવેક્સિનની કિંમતમાં મોટો ઘટાડો, જાણો નવા ભાવ
Education Loan Information:
Calculate Education Loan EMI