શોધખોળ કરો

Lumpy Virus : વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા પશુપાલન વિભાગ દોડતું થયું

Lumpy Virus in Valsad : ભાગડાવાડા ગામમાં એક વાછરડીમાં લમ્પીના સંકાસ્પદ લક્ષણો દેખાયા.

Valsad : સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાતમાં લમ્પી વાયરસની એન્ટ્રી થઇ છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં લમ્પી  વાયરસના બે કેસો નોંધાયા હતા. હવે વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાતા વલસાડનું પશુપાલન વિભાગ દોડતું થયું છે. 

વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસ નો પ્રથમ સંકાસ્પદ કેસ નોંધાયો છે. વલસાડ જિલ્લાના ભાગડાવાડા ગામમાં એક વાછરડીમાં લમ્પી વાયરસના  શંકાસ્પદ લક્ષણો દેખાયા છે. પશુપાલન વિભાગની પશુચિકિત્સા વિભાગ ટીમે સ્થળ પર જઈને સેમ્પલ લેવા સહીતની કામગીરી કરી હતી. આ સાથે સલામતીના ભાગ રૂપે વિસ્તારના પશુઓને રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. વલસાડ જીલ્લામાં લમ્પી નો પ્રથમ શંકાસ્પદ કેસ જોવા મળતા પશુપાલકોમાં ભય ફેલાયો છે. 

રાજ્ય સરકાર દ્વારા સતત મોનીટરીંગ
કૃષિ અને પશુપાલન મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં આ રોઞનો જ્યારથી પ્રથમ કેસ દેખાયો ત્યારથી જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે જેના પરિણામે આ રોગને વધુ ફેલાતો રોકવામાં સફળતા મળી છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વે સહિત સારવાર અને રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે હાલ ચાલી રહી છે

અસરગ્રસ્ત તમામ 50,328 પશુઓને સારવાર આપવામાં આવી 
મંત્રીએ ઉમેર્યું કે, રાજયના હાલની સ્થિતિએ અત્યાર સુધી રાજયના કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી,સુરેન્દ્રનગર, અમરેલી,ભાવનગર,બોટાદ,જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત ,પાટણ અરવલ્લી અને પંચમહાલ મળી કુલ 17 જિલ્લાના 1746 ગામોમાં 50,328 પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા હતા અને અસરગ્રસ્ત તમામ ૫૦,૩૨૮ પશુઓને સારવાર આપવામાં આવી છે.  

1240 પશુઓના મોત 
તેમણે ઉમેર્યું કે,અત્યાર સુધી રાજયમાં કુલ 1240 પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મરણ થયા હોવાનું નોંધાયું છે. નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 5.74 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે અને હાલમાં જીલ્લા કક્ષાએ 10 લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
Embed widget