મામલતદાર ફરમાન, જો આટલી વસ્તુ ઘરમાં હશે તો રાશનકાર્ડ થઈ જશે બંધ
લુણાવાડા મામલતદારે નવું ફરમાન જારી કહ્યું છે. જેમાં સરકારી પેન્શન 5 એકરથી વધુ પિયત વાળી જમીન, ઘરમાં ફોર વ્હિલ ગાડી, માસિક આવક 10 હજારથી વધુ હોય તે કુટુંબનું રેશનિગ બંધ કરવા આદેશ કર્યો છે.
મહીસાગર: જિલ્લાના લુણાવાડા મામલતદારે નવું ફરમાન જારી કહ્યું છે. જેમાં સરકારી પેન્શન 5 એકરથી વધુ પિયત વાળી જમીન, ઘરમાં ફોર વ્હિલ ગાડી, માસિક આવક 10 હજારથી વધુ હોય તે કુટુંબનું રેશનિગ બંધ કરવા આદેશ કર્યો છે. રેશનકાર્ડ ધારક જાતે જ પોતાનું નામ કચેરીમાં આવી કમી કરાવી જવા આદેશ કર્યો છે. ગામે ગામ પંચાયતોમાં જાહેર નામું લગાડવા તલાટીને આદેશ કર્યો છે. 30 જૂન સુધીમાં નામ કમી કરવા મામલતનદાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જો 15/07/2022 બાદ ચેક કરતા આર્થિક સુખાકારી જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Gold Silver Price Today: ચાંદીમાં બોલ્યો કડાકો, જાણો સોનાનો શું છે ભાવ
Gold Silver Price Today વૈશ્વિક શેરબજારમાં આજે મંદી જોવા મળી રહી છે, તો બુલિયન માર્કેટમાં પણ શરૂઆતી કારોબારમાં ખાસ તેજી જોવા મળી રહી નથી. સોના-ચાંદીમાં સતત ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. ડોલરના વધારાની અસર કિંમતી ધાતુઓની કિંમત પર પડી રહી છે.
એમસીએક્સ પર સોનાનો આજનો ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનાનો ભાવ સપાટ છે અને લગભગ ગઈકાલના સ્તરની નજીક કારોબાર કરી રહ્યો છે. આજે સોનું 10 ગ્રામ દીઠ માત્ર 10 રૂપિયા સસ્તું થયું છે અને લાલ નિશાનમાં સરકી ગયું છે. આજે એમસીએક્સ પર સોનું 5 રૂપિયા એટલે કે 0.01 ટકાના ઘટાડા સાથે 50850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું છે. સોનાનો આ ભાવ જૂન વાયદા માટે છે. એમસીએક્સ પર આજે ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડાની સાથે કારોબાર થઈ રહ્યો છે. ચાંદીનો જુલાઈ વાયદો આજે 567 રૂપિયા અથવા 0.93 રૂપિયાના ઘટાડા સાથે 60,558 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યો હતો.
દિલ્હીમાં આજે સોનાના ભાવ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે સોનાની કિંમતમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનામાં લગભગ કાલના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. આજે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં 10 રૂપિયાના ઘટાડા સાથેનો કારોબાર થઈ રહ્યો છે. આ પછી, 22 કેરેટ સોનાની કિંમત 47,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે કારોબાર કરી રહી છે. તે જ સમયે, 24 કેરેટ સોનાની કિંમત પણ 10 રૂપિયાના ઘટાડા સાથે 52,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે વેપાર કરી રહી છે.
મુંબઈમાં આજે સોનાનો ભાવ
આજે મુંબઈના બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં 10 રૂપિયાના ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. આ પછી, 22 કેરેટ સોનાની કિંમત 47,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે કારોબાર કરી રહી છે. તે જ સમયે, 24 કેરેટ સોનાની કિંમત પણ 10 રૂપિયાના ઘટાડા સાથે 52,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે વેપાર કરી રહી છે.