શોધખોળ કરો

‘મહા’ વાવાઝોડના પગલે યલ્લો એલર્ટ જાહેર, 24 કલાકમાં આ વિસ્તાર છોડવાનો આદેશ.....

આ વાવાઝોડું દીવ અને દ્વારકા વચ્ચે ટકરાવાનું છે ત્યારે દીવમાં મંગળવારથી ટુરિસ્ટોને આવવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.

અમદાવાદઃ મહા વાવાઝોડું વધારે મજબૂત બન્યું છે અને ગુજરાતના વેરાવળથી 670 કિ.મી. દૂર છે. વાવાઝોડાના સંભવિત જોખમને પગલે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દરિયા કાંઠે યેલ્લો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડું દરિયામાં દીવથી 710 કિ.મી દૂર છે જ્યારે પોરબંદરથી 650 કિમી. દૂર છે. આગામી 6 નવેમ્બરે રાત્રે વાવાઝોડું પોબંદરથી દીવની વચ્ચે ગુજરાતમાંથી પસાર થાય તેવી હવામાન વિભાગની આગાહી છે. આ વાવાઝોડું દીવ અને દ્વારકા વચ્ચે ટકરાવાનું છે ત્યારે દીવમાં મંગળવારથી ટુરિસ્ટોને આવવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. એટલું જ નહીં, જે ટુરિસ્ટ હાલ દીવમાં છે તેમને પણ 24 કલાકની અંદર દીવ છોડી દેવા માટે કહી દેવામાં આવ્યું છે. વાવાઝોડાના જોખમને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. માછીમારોને મધદરિયેથી પરત બોલાવવામાં આવી રહ્યા છે. સંભવિત જોખમને પહોંચી વળવા રાજ્યનું વહિવટી તંત્ર સાબદું કરાયું છે. મુખ્યમંત્રી રૂપાણીએ અધિકારીઓને અને મંત્રીઓને સંભવિત નુકસાનીના જિલ્લાઓમાં પહોંચી કંટ્રોલ રૂમ શરૂ કરવા આદેશ આપ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાત જણાય લોકોનું સ્થળાંતર કરવાની પણ યોજના છે. ગીર સોમનાથ જિલ્લામાં કુલ 10,500 જેટલી નાની મોટી બોટને પરત બોલાવવામાં આવી છે. ફિશરીઝ વિભાગે કોઈ બોટ ફિશિંગ કરવા જશે તો તેનું ત્રણ મહિના સુધી લાયનસ્સ રદ કરાશે તેવી ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં મહા વાવાઝોડાના પગલે NDRFની તૈયારી વિશે એનડીઆરએફના કમાન્ડિંગ ઓફિસર રાકેશ સીંગે માહિતી આપી છે કે NDRFની 15 જેટલી ટીમોને એલર્ટ કરવામાં આવી છે. 10 ટિમ અન્ય રાજ્યમાં એર લિફ્ટ કરવામાં આવશે. 5 ટિમ દિલ્હી અને 5 ટિમ હરિયાણાથી બોલાવવામાં આવશે. વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખતા રૂપાણી સરકારે અમરેલીથી પોરબંદર સુધીના દરિયા કિનારના વિસ્તારોમાં કાચા મકાનમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાનો સરકારે નિર્ણય લીધો છે. દરિયા કિનારે રહેતા અગરિયા અને બંદરો પર કામ કરતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. આવતીકાલથી સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વાવાઝોડું દરિયામાં વેરાવથી પશ્વિમ-દક્ષિણ પશ્ચિમ દિશામાં સક્રિય છે. હવામાન વિભાગની આગાહી મુજબઆ વાવાઝોડું હાલમાં અતિગંભીર સ્વરૂપે પહોંચ્યું છે. આગામી 5મી નવેમ્બરથી વાવાઝોડું ફંટાશે અને તે પૂર્વ અને ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધશે. વાવાઝોડું હાલની આગાહી મુજબ દીવ-પોરબંદરની વચ્ચેથી 100 કિ.મી ઝડપે પસાર થશે. ગુજરાતના કાંઠેથી 6 નવેમ્બર રાત્રે વાવાઝોડું પસાર થાય તેવી વકી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યોMehsana News: મહેસાણામાં વધુ એક યુવતીનું પ્રતિબંધિત દોરીએ કાપ્યું ગળુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
Embed widget