શોધખોળ કરો

Gujarat Election 2022: ઝઘડિયા બેઠક પર પિતા-પુત્ર વચ્ચે સમાધાન, જાણો કોણે ઉમેદવારી પરત ખેંચી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: થોડા સમય પહેલા બીટીપીમાં ઉમેદવારી નોંધાવવાને લઈને ભંગાણ સામે આવ્યું હતું.  ઝઘડિયા બેઠક ઉપર પિતા- પુત્ર સામ સામે આવી ગયા હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: થોડા સમય પહેલા બીટીપીમાં ઉમેદવારી નોંધાવવાને લઈને ભંગાણ સામે આવ્યું હતું.  ઝઘડિયા બેઠક ઉપર પિતા- પુત્ર સામ સામે આવી ગયા હતા. બન્નેએ એક જ બેઠક પર ઉમેદવારી નોંધાવવાની વાત કરી હતી. જો કે આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે અને ઝઘડિયા બેઠક પર પિતા પુત્ર વચ્ચે સમાધાન થઈ ગયું છે. છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવાએ ઉમેદવારી પરત ખેંચી લેતા મામલો થાળે પડ્યો છે.

તો બીજી તરફ ગઈકાલે નાના પુત્ર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી પરત ખેંચી હતી. એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઉમેદવારી કરી હતી જેને લઈને રાજકારણ ગરમાયું હતું. બિટીપી અધ્યક્ષ મહેશ વસાવાએ 7 ટર્મના ધારાસભ્ય છોટુ વસાવાની ટિકિટ કાપી જાતે ઉમેદવારી કરી હતી. મહેશ વસાવા સામે પિતા છોટુ વસાવા અને ભાઈ દિલીપ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. હવે પરિવારમાંથી માત્ર છોટુ વસાવા જ ઉમેદવાર રહેશે.

મહેસાણાના ખેરાલુમાં સીઆર પાટીલે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, મારે તો એવા કાર્યકર્તા જોઈએ છે કે સીટ જીતાડે. આ વિસ્તારમાં 30000 પેજ કમિટીના સદસ્ય છે. જ્યાં એક ઘરના 3 મત પડે તો 90000 મત પડે. દોઢ લાખ મતમાંથી 90000 મળે એટલે આપણી જીત નિશ્ચિત છે. પીએમએ વલસાડમાં કહેલું કે, હું ચુંટણી મારો રેકોર્ડ તોડવા જ લડી રહ્યો છું. આપણે પીએમને ખાતરી આપીએ કે આપણે બધા જ રેકોર્ડ તોડીશું. 

ભાજપમાં કોઈ પણ કાર્યકર્તાને ટિકિટ મળી શકે

આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, બીજી પાર્ટીઓ જ્ઞાતિ જ્ઞાતિના ભાગલા પડાવે છે. ભાજપનો કાર્યકર્તા જીતે છે અને સત્તા પ્રાપ્ત કરી સેવા કરે છે. સત્તાનો ઉપયોગ કરનારને કાઈ નડતું નથી. બીજા પાંચ વર્ષ પણ ભાજપ આગળ વધી રહી છે. વિરોધીઓને પૂછશો તો પણ કહેશે કે સરકાર પણ ભાજપની જ બનશે. આપણું પેટ મોટું એટલે ઓછી સીટો ના ચાલે. 150થી વધુ સીટો જ જોઈએ. પીએમ અને અમિત શાહે એક એક કાર્યકર્તાને શોધી શોધીને ટિકિટ આપી છે. કોઈ બિલ્ડર નહિ કે કોઈ મોટો માણસ નહિ. ભાજપમાં કોઈ પણ કાર્યકર્તાને ટિકિટ મળી શકે છે. 

રેવડીવાળા મહાઠગ છે એનું નામ ના લો

ઊંઝાથી દિનેશ પટેલે ટિકિટ માંગેલી પણ ખેરાલુ આવ્યા. મે પૂછ્યું કે નારાજ છો કે શું ? તો કહ્યું કે બંનેને જીતાડીશું. ખેરાલુમાં ટિકિટ નહિ મળેલ રેખાબેન ચૌધરી સાથે પણ વાત થઈ કે જેમ ના આવ્યા. તો બીજા ઉમેદવારને જીતાડવા કામે લાગી ગયા એમ જણાવેલ. કોઈ રેવડી વાળો કોઈને નુકશાન ના પહોચાડે જોજો. રેવડી વાળાને કહ્યું કે, 8 તારીખ પછીની ટિકિટ કેન્સલ કરાવી દયો અત્યારથી જ. 8 તારીખ પછી કેજરીવાલને ક્યાંય જવાની જરૂર જ નહિ પડે. રેવડીવાળા મહાઠગ છે એનું નામ ના લો મહાઠગ જ કહો. જેટલી રેવડી આપી છે એના પૈસા ગણો તો પણ બજેટ બહાર જાય છે બાકીના પૈસા આવશે ક્યાંથી ? 

પ્રાદેશિક પાર્ટીઓને મત આપવાથી મત બગડે છે

ભ્રષ્ટાચારની વાત કરી ને કેજરીવાલ ગેરમાર્ગે દોરે છે.  જે માણસના અનેક મિનિસ્ટરો જેલમાં છે, થોડા દિવસ બાદ એવું લાગે છે કે એને કેબિનેટ જેલમાં બોલાવવી પડશે. એવા માણસનો ભરોસો નહિ કરવો જોઈએ.  પ્રાદેશિક પાર્ટીઓને મત આપવાથી મત બગડે છે અને દેશ અસુરક્ષિત થઈ જાય છે. કોંગ્રેસ નેશનલ પાર્ટી હતી અને એમ કહેતી હતી કે થાંભલો ઊભો હોય તો પણ જીતી જાય.  પણ હવે કોઈ ના જીતી શકે. કોંગ્રેસ પરિવારની પાર્ટી બની ગઈ છે માં દીકરો અને જમાઈ જ છે બધે. કાકા મામા પૌત્રો બધા એમના જ છે કોંગ્રેસ પાર્ટીમાં. ભાજપમાં પરિવાર વાદને સ્થાન નથી. 

પાકિસ્તાન ના ઘરમાં જઈ ને મોદીએ બે વાર જવાબ આપ્યો છે એ મોદીની તાકાત છે.  ચાઇના પણ આગળ વધવાની કોશિશ કરે તો મોદી આગળ ઊભા રહી જાય તો ચાઇના પાછળ હટી જાય. ચાઇના બોર્ડર અંદર આવે તો લાશ પાછી જાય છે. 27 વર્ષ બાદ પણ ફરીથી ભાજપ સરકાર લાવવા માટે લોકોને વિનંતી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Today Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદToday Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
Embed widget