મહીસાગરઃ સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે ભારે વરસાદથી મકાન ધરાશાયી, બેના મોત
બીજી તરફ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો.
![મહીસાગરઃ સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે ભારે વરસાદથી મકાન ધરાશાયી, બેના મોત Mahisagar: House collapses due to heavy rain in Khedapa village મહીસાગરઃ સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે ભારે વરસાદથી મકાન ધરાશાયી, બેના મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/08/72fe032577f3cc0ec795c7b690e46b4e1657253438_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મહીસાગરઃ મહીસાગરમાં જિલ્લામાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે કાચુ મકાન ધરાશાયી થયુ હતું. મકાન ધરાશાયી થતા બે લોકોના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે કાકરા ફળિયામાં ભારે વરસાદના કારણે એક મકાન ધરાશાયી થયુ હતું. કાચુ મકાન ધરાશાયી થતાં એક મહિલા અને બાળકીનું મોત થયું હતું. સંતરામપુરમાં ગઈકાલે ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદથી પાણી ભરાઇ જવાના કારણે મકાન ધરાશાયી થયુ હતું.
બીજી તરફ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે કડાણામાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. બાલાસિનોર, લુણાવાડામાં પણ વરસાદ પડી રહ્યો છે. સંતરામપુર, કડાણા, ગોઠીબ, લુણાવાડા, વરધરી, દીવડા, ડીટવાસ સહિતના ગામોમાં ભારે વરસાદ પડ્યો હતો.
બીજી તરફ કચ્છના માંડવીમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબકી જતા માંડવી શહેર પાણી પાણી થયું છે. અતિભારે વરસાદના કારણે માંડવીમાં મુખ્ય બજાર અને લાકડા બજારમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહ્યો જેમાં 4થી 5 બાઈકો પાણીમાં તણાઇ ગયા હતા.
માંડવી શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત ચોથા દિવસે માંડવીમાં ધોધમાર વરસાદ વરસતા બજારોમાં પાણી ફરી વળ્યા હતા. 5થી છ ઈંચ વરસાદમાં માંડવીના નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સોસાયટીઓમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરી પલળી ગઈ હતી. તો અબડાસા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ગુજરાતમાં કોંગ્રેસે તમામ જિલ્લા માટે રાજ્ય બહારના નેતાઓને બનાન્યા ઓબ્ઝર્વર, જાણો કયા જીલ્લામાં કોને સોંપાઈ જવાબદારી?
ગુજરાતમાં જીગ્નેશ મેવાણી અને દિગ્ગજ પાટીદાર નેતાને કોંગ્રેસે શું આપી મોટી જવાબદારી?
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ?
ગીર સોમનાથમાં જળપ્રલયઃ આ તાલુકામાં 48 કલાકમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક ગામ બેટમાં ફેરવાયા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)