દિવેલાના પાકમાં આ રોગ આવતા ખેડૂતો ચિંતાતૂર, ખેતીવાડી વિભાગે ખેડૂતોને કર્યા એલર્ટ
લુણાવાડા તાલુકાના ગામમાં ખેડૂતો દ્વારા ખેતરમાં દિવેલાનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ દિવેલાનાં પાકમાં ગ્રે મોલ નામનો રોગ જોવા મળ્યો જેના કારણે મહીસાગર જિલ્લાનાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
Mahisagar News: મહીસાગર જિલ્લામાં રવિ પાકની સિઝન શરૂ થતાં જ ખેડૂતોએ ખેતરોમાં વાવેતર કર્યું હતું જ્યાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોને માવઠાનો માર વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે ત્યાર બાદ ફરીએક વાર ખેતી પાકમાં રોગચાળો આવતા ખેડૂતોની ચિંતા વધી છે. જિલ્લામાં વાવેલ દિવેલામાં ગ્રે મોલ્ડ નામના રોગએ નુકસાન સર્જ્યું છે. ગ્રે મોલ રોગમાં દિવેલાના જીંડવા પર ફૂગ વળી જાય છે અને તે સંપૂર્ણ નાશ પામે છે. હાલ આ રોગને નાશ કરવા માટે જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા ડ્રોન મારફતે દવા છંટકાવ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ જિલ્લા સતત વાદળ છાયા વાતાવરણના કારણે આ રોગ વધી રહ્યો જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગામમાં ખેડૂતો દ્વારા ખેતરમાં દિવેલાનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ દિવેલાનાં પાકમાં ગ્રે મોલ નામનો રોગ જોવા મળ્યો જેના કારણે મહીસાગર જિલ્લાનાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મહીસાગર જિલ્લામાં લુણાવાડા વીરપુર અને બાલાસિનોર તાલુકામાં દિવેલાનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે દિવેલામાં આવેલ આ નવીન ગ્રે મોલ નામના રોગ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. દિવેલાના જીડવા ઉપર ફૂગ વળી અને આખા જીડવાનો નાશ કરે છે. આ ગંભીર પ્રકારના રોગના કારણે પાકમાં 70% જેટલું નુકસાનની શક્યતાને લઈ અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો દિવેલામાં હાઈટ હોવાના કારણે દવા છંટકાવ કરવામાં પણ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા જે સરકારની ડ્રોન દ્વારા દવા છટકાવવાની યોજના છે. તે અંતર્ગત હાલ તો દવા છંટકાવ કરવામાં આવી રહી છે.
મહીસાગર જિલ્લામાં રામ પટેલના મુવાડા ચાંટકાબેલી સહિતના ગામોમાં ડ્રોન દ્વારા આ દવા છંટકાવ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ ગ્રે મોલ્ડ રોગમાં સમયસર દવા છંટકાવ કરી જરૂરી તકેદારી રાખવા માટે પણ ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણ અને તાપમાન નીચું જવાના કારણે રોગ જલ્દીથી સ્પ્રેડ થઈ રહ્યો છે. આ રોગ હવામાં સ્પ્રેડ થાય છે જેના કારણે ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થવાની ભીતી સેવાઈ રહી છે. અગાઉ માવઠાના મારે ખેડૂતોને રોવડાવ્યા તો વાદળછાયા વાતાવરણના કારણે પણ પાક ઉપર અસર પડી અને હવે દિવેલામાં આ નવીન ગ્રે મોલ્ડ રોગ આવતા મહીસાગર જિલ્લાના ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. જિલ્લામાં હાલ તો આ રોગને નિયંત્રણમાં લેવા માટે દવા છંટકાવ તેમજ ડ્રોન દ્વારા દવા છટકાવ કરવામાં આવી રહ્યો છે.
દિવેલાની ખેતીમાં ફૂગ નાશક રોગ જોવા મળી રહ્યો છે જે દિવેલાની માળ ઉપર જ લાગુ પડે છે જેના કારણે ખેતીમાં 60 થી 70% નુકસાન થવા જઈ રહ્યું છે. તેમાં કંટ્રોલ કરવા માટે ડ્રોન દ્વારા દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. દિવેલામાં દવા પંપથી છટકાય તેમ નથી જેની લઈને ડ્રોનથી છાંટવવામાં આવી રહી છે.
ચાટકા બેલી ગામે અમે બીજ ઉત્પાદન માટે હાઇબ્રીડ દિવેલાનું વાવેતર કર્યું છે. ચાટકા બેલી ગામે 70 એકર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. આસપાસના ગામોમાં પણ ખૂબ વાવેતર થયું છે. કમોસમી વરસાદના કારણે દિવેલાની અંદર ફૂગનું પ્રમાણ વધી ગયું છે. જેના કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થવા જઈ રહ્યું છે. ખેતીવાડી વિભાગ તરફથી ડ્રોન દ્વારા દવા છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ડ્રોન દ્વારા દવા છંટકાવવામાં 90 ટકા સહાય ખેતીવાડી વિભાગ આપે છે તો ખેડૂતે 10 ટકા તેમજ દવા આપવાની રહે છે. છેલ્લા ત્રણ દિવસથી દવા છંટકાવ કરવામાં આવી રહ્યો છે થોડો કન્ટ્રોલ થયો એવું અમને લાગી રહ્યું છે.
મહીસાગર જિલ્લામાં ત્રણ તાલુકામાં દિવેલાનું વાવેતર મુખ્ય જોવા મળે છે. વિરપુર લુણાવાડા અને બાલાસિનોર દિવેલામાં હાલ મહીસાગર જિલ્લામાં ગ્રે મોલ્ડ માધુરી નામનો રોગ જોવા મળી રહ્યો છે. આવા ખેતરોની મુલાકાત પણ ખેતીવાડી વિભાગ દ્વારા લેવામાં આવી છે. આ રોગ 15 થી 25 ડિગ્રી ટેમ્પરેચરમાં જોવા મળે છે ઝાકળ પડે ત્યારે વધુ ફેલાતો જોવા મળે છે. પવનથી આ રોગ વધુ ફેલાય છે આ બાબતે કૃષિ યુનિવર્સિટીનો પણ સંપર્ક કર્યો છે અને તેમના નિર્દેશ અનુસાર ખેડૂતોની દવા વાપરવા જાણ કરવામાં આવી છે. કૃષિ વિભાગની ડ્રોનની જે યોજના છે તેને લઈ અને ખેડૂતો ને ડોન દ્વારા પણ દવા છંટકાવ કરવામાં આવી રહ્યો છે. 90 ટકા સહાય દરથી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે જેના સારા પરિણામ મળી રહ્યા છે રોગની અસરકારકતા ઘટતી જોવા મળી રહી છે.