શોધખોળ કરો

Salangpur controversy Live Update: રામ માધવે સાળંગપુરમાં સંતો સાથે કરી મુલાકાત, વિવાદનો અંત લાવવાના પ્રયાસો તેજ

સાળંગપુર મંદિરના ભીંતચિત્રોને લઇને રાજ્યભરમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદમાં આ મુદ્દે સંતોની બેઠક મળી રહી છે.

LIVE

Key Events
Salangpur controversy Live Update: રામ માધવે સાળંગપુરમાં સંતો સાથે કરી મુલાકાત, વિવાદનો અંત લાવવાના પ્રયાસો તેજ

Background

બોટાદઃ સાળંગપુર હનુમાનજીના પ્રસિદ્ધ મંદિરમાં હનુમાનજીના અપમાનના કારણે સતત વિરોધ અને વિવાદનું વાતાવરણ સમગ્ર રાજ્યમાં સર્જાયું છે. સમગ્ર મામલો વિશે વાત કરીએ તો  મંદિર પરિસરમાં કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી મૂર્તિના બેઝમાં કંડારવામાં આવેલી મ્યૂરલમાં હનુમાનજી નીલકંઠવર્ણીને પ્રણામ કરતી મુદ્રામાં દર્શાવતા વિવાદ વકર્યો છે. જેનો વિરોધ અનેક સાધુ સંતો, લોક કલાકારો સહિત અનેક લોકો વિરોધ કરી રહ્યા છે. 

ઉલ્લેખનિય છે કે,સાળંગપુર હનુમાન મંદિર સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી સંચાલિત છે. અહીં નીલકંઠવર્ણી સ્વામીજીને  હનુમાનજીને પ્રણામ કરતા દર્શાવવામાં આવ્યા છે. આ શિલ્પ ચિત્રોને કારણે વિવાદ સર્જાયો છે.  સાધુ સંતોએ વિરોધ કરતા મત રજૂ કર્યો છે કે,. હનુમાનજી માત્ર રામના જ ભક્ત હતા અને તે એક જાગૃત દેવતા છે તો તેમને સંહજાનંદ સ્વામીને પ્રણામ કરતા દર્શાવવા એ હનુમાનજીનું અપમાન છે. આ મુદ્દે સતત વિરોધ થઇ રહ્યો છે.  હનુમાનના આ પ્રકારનાં શિલ્પચિત્રોને કારણે કેટલાક હિંદુ સાધુ-સંતો નારાજ છે. આ સાધુ-સંતોએ શરૂ કરેલા વિરોધના સૂરમાં વિશ્વ હિંદુ પરિષદે પણ સૂર પૂરાવ્યો છે.

જાણીતા કથાકાર મારોરિબાપુએ પણ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. મોરારિબાપુએ આ કૃત્ય વિશે નિંદા કરતા જણાવ્યું કે આ હિન ધર્મ છે. હવે સમગ્ર રાજ્યના સાધુ સંતો બ્રહ્મ સમાજ સહિતના કેટલાક સંગઠન સ્વામીનારાયણ સંપ્રદાયના શિલ્પ ચિત્રોનો વિરોધ કરી રહ્યાં છે અને તેમને તાત્કિલક હટાવવા માટે અનુરોધ કર્યો છે. આટલું જ નહી જો આ શિલ્પ ચિત્રો હટાવવમાં નહી આવે તો આંદોલનની પણ વાત કરવામાં આવી છે.

18:13 PM (IST)  •  03 Sep 2023

રામ માધવે સાળંગપુરમાં સંતો સાથે કરી મુલાકાત

સાળંગપુર મંદિર ખાતે ભીંતચિત્રોને લઈને ચાલી રહેલો વિવાદ ઉગ્ર બની રહ્યો છે. આજે સંત સમાજની બેઠક પણ યોજાઈ હતી. તો બીજી તરફ આ સમગ્ર વિવાદ મામલે હવે રાષ્ટ્રીય સ્વયં સંઘ એટલે કે RSSની એન્ટ્રી થઈ છે. વિવાદનો અંત લાવવા આરએસએસએ દરમિયાનગીરી કરી છે. RSSના રામ માધવે સાધુ સંતો સાથે બેઠક કરી છે. રામ માધવે સાળંગપુરની મુલાકાત લીધી છે.  તેમણે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ સંતો સાથે બેઠક કરી છે.  ભીંતચિત્રના વિવાદ વચ્ચે આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, રામ માધવ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય સચિવ છે અને હાલ RSS માં મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. રામ માધવ Rssના અખિલ ભારતીય કાર્યકારણીના સદસ્ય છે. તેઓએ 15થી 20 મિનિટ સુધી મંદીર પ્રશાસન સાથે મુલાકાત કરી

14:11 PM (IST)  •  03 Sep 2023

ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પદથી નૌતમ સ્વામીની હકાલપટ્ટી

સાંળગપુર ભીંત ચિત્રોનાવિવાદને લઇને અખિલ ભારતીય સંત સમિતિએ  મોટો નિર્ણય કર્યો છે. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પદથી નૌતમ સ્વામીની હકાલપટ્ટી કરવાઇ છે.  ભગવાન રામ, કૃષ્ણ, હનુમાનજીના અપમાન તેમને આ પદથી દૂર કરવામાં આવ્યા છે. લખનઉમાં મળેલી કાર્યકારણીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.  

13:31 PM (IST)  •  03 Sep 2023

બે દિવસમાં ભીંતચિત્રો હટાવવાની આપી બાંહેધરીઃપ્રતિનિધિ મંડળ

સાળંગપુર મંદિરના ભીંત ચિત્રોના વિવાદ ઉકેલાયો હોય તેવું લાગી રહ્યું છે. મંદિરના કોઠારી સ્વામીએ 2 દિવસમાં ભીંતચિત્રો હટાવી લેવા માટે બાંહેઘરી આપી છે.સાળંગપુર મંદિરના ભીંત ચિત્રોના વિવાદ ઉકેલાયો હોય તેવું લાગી રહ્યું છે. મંદિરના કોઠારી સ્વામીએ 2 દિવસમાં ભીંતચિત્રો હટાવી લેવા માટે બાંહેઘરી આપી છે.ઉલ્લેખનિય છે કે ભીંતચિત્રોના વિવાદને લઇને આજે સાધુ સંતો અને મંદિરના પ્રતિનિધિની બેઠક મળી હતી. બેઠકમાં મંદિરના કોઠારી સ્વામીએ ભીંત ચિત્રો હટાવવા માટે 2 દિવસનો સમય માગ્યો હતો. બે દિવમાં ભીંત ચિત્રો હટાવી દેવામાં આવશે. ઉપરાંત તેમણે એ પણ વિશ્વાસ અપાવ્યો હતો કે ફરીથી આવી ઘટના નહિ બને. મંદિર પ્રતિનિધિ મંડળે ટૂંક સમયમાં જ આ મુદ્દે નિરાકરણ લાવવાનો વિશ્વાસ અપાવ્યો છે.

13:07 PM (IST)  •  03 Sep 2023

Salangpur controversy: સંત પ્રતિનિધિ અને મંદીર પ્રશાસન બેઠક પૂર્ણ

સાળંગુપુર ભીંતચિત્રોના વિવાદને લઇને સંત પ્રતિનિધિ અને મંદીર પ્રશાસન વચ્ચે બેઠક મળી હતી. જે બેઠક પૂર્ણ થઇ છે. કોઠારી સ્વામી સહિતના સંતો બહાર આવ્યાં હતા અને મીડિયા સમક્ષ વાતચીત કરી હતી.

13:05 PM (IST)  •  03 Sep 2023

Salangpur controversy: હનુમાનજીના વિવાદ મુદ્દે દરેક તબક્કે લડવા તૈયાર: જ્યોતિનાથ બાપુ

સાળંગુપુર ભીંતચિત્રોના વિવાદને લઇને આજે અગત્યની બેઠક મળી હતી. બેઠકમાં દરેક સાધુ સંતોએ પોતના મત રજૂ કર્યાં હતા. મંડલેશ્વર , મહા મંદલેશ્વર આજે એક થયા અને દરેક મોરચે લડવા તૈયાર થયા છે. બેઠકમાં ઉપસ્થિત સાધુ સંતો મામલે  બની બેઠેલા સ્વામીઓએ કહ્.યું હતું કે, અસુરો ભેગા થયા છે. ત્યારે જ્યોતિબાપુએ કહયું કે તમે કોઇનું નહિ સાંભળો તો બેસૂરા થઇ જશો. તેમણે કહ્યું હતું કે દરેક તબક્કે આ મુદ્દે લડવા તૈયારી છીએ.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Credit Card Bill Payment: ક્રિડિટ કાર્ડ યુઝ કરો છો તો સાવધાન, આ એક ભૂલ કરશો તો હવે  ચૂકવવી પડશે વધુ રકમ
Credit Card Bill Payment: ક્રિડિટ કાર્ડ યુઝ કરો છો તો સાવધાન, આ એક ભૂલ કરશો તો હવે ચૂકવવી પડશે વધુ રકમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં બેકાબૂ કારે કચેડ્યા લોકોને, 80 લોકો ઈજાગ્રસ્ત; 2ના મોતMorbi Crime:રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો, જુઓ વીડિયોમાંHun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Credit Card Bill Payment: ક્રિડિટ કાર્ડ યુઝ કરો છો તો સાવધાન, આ એક ભૂલ કરશો તો હવે  ચૂકવવી પડશે વધુ રકમ
Credit Card Bill Payment: ક્રિડિટ કાર્ડ યુઝ કરો છો તો સાવધાન, આ એક ભૂલ કરશો તો હવે ચૂકવવી પડશે વધુ રકમ
Year Ender 2024: એથ્લેટિક્સ માટે શાનદાર રહ્યું વર્ષ 2024, પરંતુ નીરજ ચોપરા ચૂકી ગયો ઓલિમ્પિક ગોલ્ડ
Year Ender 2024: એથ્લેટિક્સ માટે શાનદાર રહ્યું વર્ષ 2024, પરંતુ નીરજ ચોપરા ચૂકી ગયો ઓલિમ્પિક ગોલ્ડ
Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ
Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ
lifestyle: તમે નોનવેજ ખાધા વિના પણ મેળવી શકો છો પુષ્કળ પ્રોટીન, આજે જ આહારમાં સામેલ કરો આ ફૂડ
lifestyle: તમે નોનવેજ ખાધા વિના પણ મેળવી શકો છો પુષ્કળ પ્રોટીન, આજે જ આહારમાં સામેલ કરો આ ફૂડ
Winter Solstice 2024: આજે છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ,માત્ર આટલા કલાકમાં જ આથમી જશે સૂર્ય
Winter Solstice 2024: આજે છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ,માત્ર આટલા કલાકમાં જ આથમી જશે સૂર્ય
Embed widget