શોધખોળ કરો

ગરમીમાં શેકાવા માટે તૈયાર થઇ જાઓ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

રાજ્યમાં ગરમીમાં શેકવા માટે તૈયાર થઈ જજો.  હવામાન વિભાગે આગાહી કરી છે કે સામાન્ય કરતાં લઘુતમ તાપમાનમાં ચાર ડિગ્રી જેટલો વધારો થશે.

અમદાવાદ: રાજ્યમાં ગરમીમાં શેકવા માટે તૈયાર થઈ જજો.  હવામાન વિભાગે આગાહી કરી છે કે સામાન્ય કરતાં લઘુતમ તાપમાનમાં ચાર ડિગ્રી જેટલો વધારો થશે. તાપમાનમાં વધારો થવાના કારણે  લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.  અમદાવાદનું લઘુત્તમ તાપમાન ૧૯.૨ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ગાંધીનગરનું લઘુતમ તાપમાન 17.9 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી નોંધાયું છે.  ભાવનગર નું મહત્તમ તાપમાન 35.8 ડિગ્રી નોંધાયું છે.  

રાજ્યમાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વેહલીસવારે ઠંડીનો ચમકારો જોવા મળે છે અને બપોરે ગરમીનો અનુભવ થાય છે.રાજ્યમાં ગરમીનો પારો ત્રણથી ચાર ડિગ્રી વધ્યો છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન ૧૯  ડિગ્રીને વટાવી ગયું છે. જ્યારે ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 17.9 ડિગ્રી છે. આગામી સાત દિવસ ગુજરાતમાં હજી કેટલી ગરમી વધશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. 

હવામાન વિભાગના અમદાવાદના ડાયરેક્ટર એ.કે. દાસે આગાહીમાં જણાવ્યું કે,  હાલ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે પરંતુ તાપમાન સામાન્ય ઊંચું જશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેશે. આ સાથે આજે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ સાથે મહત્તમ તાપમાન 35 ડિગ્રી જવાની આગાહી છે. હાલ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. 

રાજધાનીમાં વાદળો રહેશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 18 ફેબ્રુઆરીએ રાજધાનીમાં હળવા વાદળો છવાઈ શકે છે અને સવારે હળવું ધુમ્મસ પણ થઈ શકે છે. દિલ્હીમાં 19 અને 20 ફેબ્રુઆરીએ હળવો વરસાદ થવાની સંભાવના છે, જેના કારણે વાતાવરણ ઠંડુ થઈ શકે છે. તેમજ 20-25 કિમી પ્રતિ કલાકની ઝડપે સપાટી પરના પવનની પણ શક્યતા છે.

રાજસ્થાનમાં હવામાન ફરી બદલાશે 

રાજસ્થાનમાં 18 ફેબ્રુઆરીથી હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે. બિકાનેર અને જોધપુર ડિવિઝનમાં હળવો વરસાદ પડી શકે છે. 18 અને 19 ફેબ્રુઆરીએ જયપુર, ભરતપુર અને જોધપુર વિભાગ સહિત રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે.

બિહારમાં કેવું રહેશે હવામાન ?

હાલમાં બિહારમાં હવામાન શુષ્ક છે. બિહારના બક્સરમાં સૌથી વધુ 28.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે બાંકા 8.8 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડું હતું. છેલ્લા 24 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં તાપમાનમાં વધુ વધારો થશે, ત્યારબાદ ઘણા ભાગોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, આ જિલ્લાઓમાં તૂટી પડશે, જાણો હવામાન અપડેટ  
Gujarat Rain: 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, આ જિલ્લાઓમાં તૂટી પડશે, જાણો હવામાન અપડેટ  
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત
Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ
ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર, NHAI ઓનલાઈન બનાવશે લોકલ પાસ
ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર, NHAI ઓનલાઈન બનાવશે લોકલ પાસ
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
Embed widget