Weather Update: સંભવિત વાવાઝોડાને લઇને અંબાલાલની ચેતવણી,દરિયો તોફાની થશે, આ જિલ્લામાં પડશે ભારે વરસાદ
Weather Update: ગુજરાત પર શક્તિ વાવાઝડાનો ખતરો ટળી ગયો છે. જો કે તેની અસરથી દરિયામાં કરંટ જોવા મળશે અને મોજા ઉંચે સુધી ઉછળશે. કેટલાક વિસ્તારમાં વરસાદનું પણ અનુમાન છે.

Weather Update: અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનના કારણે વાવઝોડાની શક્યતા જોવાઇ રહી છે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સંભવિત વાવાઝોડાને લઇને પોતાનું આંકલન વ્યક્ત કર્યું છે. તેમણે રાજયમાં વાવાઝોડાના ખતરાની વાતને નકારી છે. તેમના મત મુજબ તેમજ હવામાનના અન્ય મોડલ મુજબ પણ રાજ્યમાં વાવાઝોડાની શક્યતા નહિવત છે. જો કે તેની અસર વિશે તેમણે ચેત વણી જાહેર કરી છે. અંબાલાલના આંકલન મુજબ રાજ્ય પર હાલ વાવાઝોડું ઉત્પન્ન થવાની શક્યતા નહીવત છે. જો કે તેની અસરના કારણે દરિયો તોફાની બનશે અને તેની અસર પવનની ગતિમાં પણ જોવા મળશે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનની 28થી 31 મે સુધી ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. ભેજવાળા પવનના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે દરિયો પણ તોફાની બનશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. તો આ સમય દરિયાન દરિયામાં કરંટ જોવા મળશે અને ઊંચા મોજા ઉછળશે જેને કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે. 28થી 2 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલ પટેલે આ વર્ષે સારા ચોમાસાની એટલે કે ખેતીને અનુકૂળ વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે રાજ્યમાં પવન સામાન્ય ગતિથી વધુ રહેશે પરંતુ વાવાઝોડાનો રાજ્ય પર ખતરો નહિવત છે. ગુજરાતમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે વરસાદ વરસી રહ્યો છે. આગામી 5 દિવસ હજુ પણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આ સમય દરમિયાન 50થી 60 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ વરશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 25 થી 28 મે સુધીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં વરસાદની શક્યતાને લઇને ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.
વલસાડ, સુરત,નવસારી, તાપી, ભરૂચમાં વરસાદનું અનુમાન છે. ગીર સોમનાથ, અમરેલીમાં આજે યલો એલર્ટ આપ્યું છે. ભાવનગર, દીવ, દમણમાં પણ આજે વરસાદનું યલો એલર્ટ છે. સુરત, તાપી, નવસારી, ડાંગમાં આજે યલો એલર્ટ અપાયું છે. અહીં આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબકવાની આગાહી છે.





















