રાજ્ય સરકારના વધુ એક મંત્રી થયા કોરોના સંક્રમિત, જાણો કોણ થયું સંક્રમિત?
અત્યાર સુધીમાં કોંગ્રેસના પ્રતાપ દૂધાત, અનિલ જોશીયારા, હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર, વિક્રમ માડમ સહિતના ધારાસભ્યો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.
ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે વધુ એક મંત્રી કોરોના સંક્રમિત થયા છે. કૃષિ મંત્રી રાધવજી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. રાધવજી પટેલે પોતાના ટ્વિટ એકાઉન્ટ પર ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી છે.
કૃષિ મંત્રી રાધવજી પટેલે ટ્વિટ કરતા કહ્યું, આજરોજ મને કોરોનાના સામાન્ય લક્ષણો દેખાયા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા થોડાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રો, શુભેચ્છકોને સ્વેચ્છાએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું.
નોંધનીય છે કે, અત્યાર સુધીમાં કોંગ્રેસના પ્રતાપ દૂધાત, અનિલ જોશીયારા, હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર, વિક્રમ માડમ સહિતના ધારાસભ્યો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. આ સિવાય ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓ પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી થયા કોરોના પોઝિટિવ થયા છે. આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેસુલ મંત્રી અત્યારે હોમ આઇસોલેટમાં છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 23, 150 કેસ
રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 23, 150 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ 10,103 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 9,05,833 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 86.60 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 15 મોત થયા. આજે 1,88,588 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 8194, વડોદરા કોર્પોરેશનમાં 2823, સુરત કોર્પોરેશનમાં 1876, રાજકોટ કોર્પોરેશનમાં 1707, વડોદરા 886, સુરત 612, આણંદ 565, જામનગર કોર્પોરેશન 563, ગાંધીનગર કોર્પોરેશન 547, કચ્છ 462, ભરુચ 448, ભાવનગર કોર્પોરેશનમાં 401, મોરબી 373, વલસાડમાં 359, ગાંધીનગરમાં 327, રાજકોટ 322, બનાસકાંઠા 252, નવસારી 240, મહેસાણા 238, પાટણ 236, અમરેલી 213, સાબરકાંઠા 186, ખેડા 169, જામનગર 167, સુરેન્દ્રનગર 144, અમદાવાદમાં 138, જૂનાગઢ કોર્પોરેશન 104, તાપી 87, દાહોદ 81, પંચમહાલ 74, દેવભૂમિ દ્વારકા 73, જૂનાગઢ 52, પોરબંદર 51, નર્મદા 46, ભાવનગર 35, ગીર સોમનાથમાં 35,મહીસાગર 20, બોટાદ 16, અરવલ્લી 12, છોટા ઉદેપુર 8 અને ડાંગમાં 8 નવા કેસ નોંધાયા હતા.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 129875 કેસ છે. જે પૈકી 244 વેન્ટીલેટર પર છે, જ્યારે 129631 નાગરિકો સ્ટેબલ છે. 905833 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,230 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 15 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 3, ભાવનગર કોર્પોરેશનમાં 3, નવસારી 1, અને અમદાવાદમાં 1 દર્દીનું મોત થયું છે.