શોધખોળ કરો
Advertisement
ભૂજની સગીરા સાથે પિતા-ભાઈએ પરાણે શારીરિક સંબંધો બાંધ્યા, સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હોવાની નોંધાવી ફરિયાદ, જાણો વિગત
સગીરાની ફરિયાદને આધારે પોલીસે બળાત્કાર અને પોક્સો સહિતની કલમ હેઠળ ફોજદારી કાર્યવાહી શરૂ કરી છે. આ પ્રકરણમાં સગીરાના પ્રેમીની ભૂમિકા પણ બહાર આવતા પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
ભુજઃ શહેરના રવાણી ફળિયામાં રહેતી 16 વર્ષીય સગીરાએ સાવકા પિતા અને ભાઈ સામે બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ નોંધાવતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. ભુજ બી ડિવિઝન પોલીસે બંનેની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. નવા વર્ષના દિવસે જ સગીરાએ સાવકા પિતા અને ભાઈ સામે ફરિયાદ નોંધાવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
સગીરાની ફરિયાદને આધારે પોલીસે બળાત્કાર અને પોક્સો સહિતની કલમ હેઠળ ફોજદારી કાર્યવાહી શરૂ કરી છે. આ પ્રકરણમાં સગીરાના પ્રેમીની ભૂમિકા પણ બહાર આવતા પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, મામલો ગંભીર હોવાથી હાલ કોઇની ધરપકડ કરવામાં આવી નથી અને બેને પુછપરછ માટે રાઉન્ડઅપ કરાયા છે. સગીરાએ ફરીયાદમાં કરેલા આક્ષેપો ખરેખર સાચા છે કે કેમ તેમાં તથ્ય શોધવા માટે સઘન પુછપરછ ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement