શોધખોળ કરો
કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું
કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું

પ્રતિકાત્મક તસવીર
1/6

અમદાવાદ: રાજ્યમાં હાલ તો બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે બપોરે આકરા તાપનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ હવે હવામાન વિભાગે કાળઝાળ ગરમીને લઈ આગાહી કરી છે.
2/6

ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં શેકાવા માટે તૈયાર થઈ જજો. ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ ફુંકાતા પવનને લીધે રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
3/6

એટલુ જ નહીં આગામી પાંચ દિવસ કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં ગરમીને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગ અનુસાર કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગરમી અને બફારાના પ્રમાણમાં થશે વધારો.
4/6

હજુ તો ઉનાળાની શરુઆત પણ નથી થઈ અને રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. દરિયાઈ વિસ્તારોમાં ગરમીને લઈ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
5/6

ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરુઆત થઈ ગઈ છે. રાજ્યના ઘણા જિલ્લામાં તાપમાનમાં પણ વધારો થયો છે. લોકો રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ કરી રહ્યા છે.
6/6

ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરુઆતમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની પણ હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. આ સમય દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.
Published at : 24 Feb 2025 06:41 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
બિઝનેસ
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
