શોધખોળ કરો

ગુજરાતમાં કોંગ્રેસની જવાબદારી મમતાને જીતાડનારા પ્રશાંત કિશોરને સોંપવા ધારાસભ્યોની માગણી, જાણો શું લીધો નિર્ણય ?

આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી, વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખના પદ માટે નિર્ણય તાત્કાલિક લેવાય એવો સૂર હતો.

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના નિવાસસ્થાને મંગળવારે કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથેની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ઝડપથીથી ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારીની નિયુક્તિ થાય તે મુદ્દે ચર્ચા થઈ હોવાન દાવો ધારાસભ્ય લલિત કગથરાએ કર્યો છે. આ ઉપરાંત ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરને ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવે એવી પણ ચર્ચા થઈ હોવાનું કહેવાય છે.

બીજી તરફ રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પાછા ફરશે એ મુદ્દે કોઈ ચર્ચા નહોતી કરાઈ. ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ કહ્યું કે, શંકરસિંહ વાઘેલા મુદે કોઈ ચર્ચા નથી થઈ પરંતું કોઈ પણ નેતા કોંગ્રેસમા આવવા માંગતા હોય તો બધા માટે દ્વાર ખુલ્લાં છે. ધારાસભ્ય પ્રવિણ મુછડિયાએ કહ્યું કે, આ બેઠકમાં સંગઠનને મજબૂત કરવા અને આગામી દિવસોમાં પ્રજા વચ્ચે પહોંચવાના કાર્યક્રમો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના નિવાસસ્થાને ધારાસભ્યો સાથેની મહત્વની બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણી અને ભરતસિંહ સોલંકી, મધુસુદન મિસ્ત્રી અને અર્જુન મોઢવાડીયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ધારાસભ્યો અને નેતાઓ વચ્ચે મિટિંગમાં પ્રદેશ સંગઠન મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા થઈ હતી. સાડા પાંચ વાગ્યે શરૂ થયેલી બેઠક 9.30 વાગ્યા સુધી 4 કલાક ચાલી..

આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી, વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખના પદ માટે નિર્ણય તાત્કાલિક લેવાય એવો સૂર હતો. આ મુદ્દે હાઇકમાન્ડને રજુઆત કરવા માટે દિલ્હી જવાની તૈયારી પણ ધારાસભ્યોએ દર્શાવી છે.  મિટિંગમાં થયેલી ચર્ચાના આ મુદ્દાઓ કોંગ્રેસના એક સિનિયર નેતા હાઇકમાન્ડ સમક્ષ મૂકે એવી સહમતિ બની છે. આ ઉપરાંત 2022ની ચૂંટણી માટે સંગઠનમાં પરિવર્તન કરવું કે હાલના જ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા રાખવા એ અંગે પણ હાઇકમાન્ડ નિર્ણય કરે એવો નિર્ણય લેવાયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 

વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 

Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે

આંખો અને હૃદયના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે ગાજરનો રસ, જાણી લો બીજા ચોંકાવનારા ફાયદા

OnePlus 13 સીરીઝ થઈ લોન્ચ, 6000 mAh બેટરી સાથે મળશે પાવરફુલ પ્રોસેસર, જાણો કિંમત અને ફિચર્સ 

સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  

Embed widget