Monsoon: આગામી 48 કલાકમાં રાજ્યમાં દસ્તક દેશે ચોમાસુ, આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે ચોસાસાની ગુજરાતમાં એન્ટ્રીને લઇને મહત્વની આગાહી કરી છે. આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોસાસાની વિધિવત એન્ટ્રી થઇ જશે.
Monsoon:હવામાન વિભાગે ચોસાસાની ગુજરાતમાં એન્ટ્રીને લઇને મહત્વની આગાહી કરી છે. આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોસાસાની વિધિવત એન્ટ્રી થઇ જશે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 48 કલાકમાં ચોમાસુ દસ્તર દેશે અને આગામી 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી ધોધમાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર રીતે મેઘરાજાની એન્ટ્રી થશે. ગુજરાતમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદનો અનુમાન છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવતીકાલે ગુજરાતના પૂર્વ ભાગોમાં ભારે વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. નર્મદા, આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે.
બિપરજોય વાવાઝોડાના કારણે ચોમાસાની સિસ્ટમ ડિસ્ટર્બ થઇ જતાં ખેડૂતો લાંબા સમયથી ચોમાસાના વરસાદી આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતા. સામાન્ય રીતે ગુજરાતમાં મોનસૂન 7 જૂન સુધીમાં દસ્તક આપી દે છે પરંતુ આ વખતે અરબ સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ થતાં મોનસૂન સિસ્ટમ વેર વિખેર થઇ ગઇ હતી જેના લઇને રાજ્યમાં ચોમાસાની મોડી એન્ટ્રી થઇ રહી છે. આજે મહારાષ્ટ્રમાં પણ વિધિવત મોનસૂની એન્ટ્રી થતાં રાજ્યના કેટલાક વિસ્તારમાં સવારથી મેઘરાજાની પધરામણી થઇ હતી.
સવારે 6 થી 10 વાગ્યાની વચ્ચે 10 જિલ્લામાં ખાબક્યો ધોધમાર વરસાદ
જ્યમાં પ્રી-મૉન્સૂન માહોલ જામ્યો છે. ચોમાસા પહેલા આજે રાજ્યમાં ઠેર ઠેર વરસાદી ઝાંપટા શરૂ થઇ ગયા છે. આજે સવારથી રાજ્યના 10 જિલ્લમાં વરસાદ જામ્યો છે. વરસાદના આંકડા પ્રમાણે, આજે સવારથી રાજ્યમાં છેલ્લા 4 કલાકમાં 10 જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. આ છેલ્લા ચાર કલાકમાં એટલે કે સવારના 6 થી 10 વાગ્યાની વચ્ચે 10 જિલ્લાના 50 તાલુકામાં વરસાદે જોર પકડ્યુ હતુ. આમાં સૌથી વધુ વરસાદ પંચમહાલા ગોધરામાં ખાબક્યો હતો, અહીં 3.50 ઈચથી પણ વધારે વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં ચોમાસાના વિધિવત આગમન પહેલા વરસાદ શરૂ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 જિલ્લાના 39 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સવારના બે કલાકમાં 26 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 3 તાલુકામાં બેથી ચાર ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે દાહોદમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. વડોદરાના વાઘોડીયા પંથકમાં વહેલી સવારે જ ગાજવીજ સાથે વરસાદ થયો હતો. ઉપરાંત ડભોઈના ઝારોલા, વાગા, શિનોર ચાર રસ્તા, એસટી ડોપો, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.છેલ્લા 24 કલાકમાં દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. દેવગઢ બારીયામાં 4 ઈંચ વરસાદ, ધાનપુરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. મોડી રાતથી દાહોદ શહેરમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જેસાવાડાના બાવકામાં ડીપ નાના પર પાણી ફરી વળ્યા છે. બાવકાથી માતવાને જોડતા રસ્તા પર પાણી ભરાયા છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial