શોધખોળ કરો

મોડી સાંજે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ, આ શહેરમાં નોંધાયો 6 ઈંચ જેટલો વરસાદ? જાણો આ રહ્યા લેટેસ્ટ આંકડા

મોડી સાંજે ઉત્તર ગુજરાતના અને જિલ્લા અને તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. મહેસાણાના વિજાપુરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગઈકાલ મોડી સાંજે ઉત્તર ગુજરાતના અને જિલ્લા અને તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. મહેસાણાના વિજાપુરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વિજાપુરમાં 5.7 ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે મહેસાણાના બહુચરાજી અને સાબરકાંઠાના પ્રાંતિજમાં પોણા ત્રણ ઈંચ જ્યારે પાટણના રાધનપુરમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાણા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોડી સાંજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે વિજયનગર, વડાલી અને ખેડબ્રહ્મા સહિતની ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. મોડી સાંજે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડાસા, માલપુર અને બાયડમાં 1-1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ભિલોડા અને ધનસુરામાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે મેઘરજમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં 24 કલાકમાં કેટલો વરસાદ પડ્યે તેના આંકડા સામે આવ્યા છે જેમાં સૌથી વધુ વરસાદ ડીસામાં નોંધાયો છે. ડીસામાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો જ્યારે લાખણીમાં 20 મીમી, વડગામમાં 23 મીમી, પાલનપુરમાં 13 મીમી, દાંતામાં 10 મીમી, ભાભરમાં 3 મીમી, દિયોદરમાં 2 મીમી અને કાંકરેજમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો. મોડી સાંજે મહેસાણા જિલ્લામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ સાંજે વરસાદ ખાબક્યો હતો જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. મહેસાણા જિલ્લામાં સૌથી વધુ વરસાદ વિજાપુરમાં 5.7 ઈંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે જ્યાં જુએ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. મહેસાણામાં 13 મીમી, કડીમાં 7 મીમી, બહુચરાજીમાં 69 મીમી, ઉંઝામાં 10 મીમી, જોટાણામાં 11 મીમી, વડનગરમાં 03 મીમી, ખેરાલુમાં 04 મીમી, વિસનગરમાં 3 મીમી, સતલાસણામાં 12 મીમી વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં પાટણ જિલ્લામાં કેટલો વરસાદ નોંધાયો તેના આંકડા સામે આવ્યા છે જેમાં સૌથી વધુ વરસાદ રાધનપુરમાં નોંધાયો છે. રાધનપુરમાં 2.6 મીંચ વરસાદ નોંધાયો હતો. પાટણમાં 19 મીમી, ચાણસ્મામાં 32 મીમી, હારીજમાં 22 મીમી, સમીમાં 16 મીમી, શંખેશ્વરમાં 13 મીમી, સાંતલુપમાં 11 મીમી, સિદ્ધપુરમાં 03 મીમી અને સરસ્વતીમાં 066 મીમી વરસાદ નોંધાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget