શોધખોળ કરો
Advertisement
અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી? કઈ તારીખે કયા શહેરમાં પડી શકે છે ધોધમાર વરસાદ? જાણો
ભારે વરસાદની આગાહીને લઈને હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આજે અમદાવાદ, ખેડા, મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, નર્મદા અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની વકી છે.
ગાંધીનગર: વહેલી સવારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 75 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગાંધીનગરના દહેગામમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જ્યારે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ત્યારે હવામાન વિભાગની આગાહી કરી છે કે, આગામી 5 દિવસ ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે અગાઉ કરેલી આગાહી પ્રમાણે આજે, ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો જેના કારણે રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં જ્યારે ઘણી જગ્યાએ ઝાડ પડ્યાંની ઘટનાઓ પણ સામે આવી છે.
ભારે વરસાદની આગાહીને લઈને હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આજે અમદાવાદ, ખેડા, મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, નર્મદા અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની વકી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત આવતીકાલે પંચમહાલ, દાહોદ, ખેડા, અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
17 તારીખે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ સહિતના જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
18 તારીખે જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, ડાંગ, તાપી, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement