શોધખોળ કરો

Rain News: વરસાદની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 33 તાલુકામાં ખાબક્યો, સુરતમાં સૌથી વધુ અઢી ઈંચ

Rain News: છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો, સુરત શહેર બાદ તાપીના વાલોડમાં બે ઈંચ, જ્યારે સુરતના માંગરોળ અને કામરેજમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં ચોમાસાનો ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.
  • છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ.
  • વહેલી સવારે પણ વરસાદ યથાવત, વહીવટી તંત્ર એલર્ટ.

Rain News: ગુજરાત રાજ્યમાં ચોમાસાએ જોર પકડ્યું છે, જેના ભાગરૂપે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. હવામાન વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 14 તાલુકાઓમાં અડધા ઈંચથી લઈને અઢી ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ સુરત શહેરમાં નોંધાયો છે. આ ચોમાસુ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સ્થાનિક લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે, જ્યારે વહેલી સવારે કામ ધંધાર્થે નીકળતા લોકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો, સુરત શહેર બાદ તાપીના વાલોડમાં બે ઈંચ, જ્યારે સુરતના માંગરોળ અને કામરેજમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પલસાણામાં દોઢ ઈંચ અને અરેઠમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ અને નાનાપોંઢામાં એક-એક ઈંચ, જ્યારે તાપીના કુકરમુડા, બોટાદના રાણપુર, નવસારીના ચીખલી અને વલસાડના પારડીમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડા અને વલસાડ શહેરમાં પણ અડધો ઈંચ વરસાદ પડ્યો છે.

દેશમાં સુપર અલ નીનોની અસર, ચાલુ વર્ષે 146 વર્ષમાં સૌથી ઓછો જૂન મહિનામાં વરસાદ

મેઘરાજાનું જોર આજે વહેલી સવારે પણ યથાવત જોવા મળ્યું હતું. આજે સવારે 4 થી 6 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ 10 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આ વહેલી સવારના ગાળામાં સુરતના માંગરોળ, સુરત શહેર અને કામરેજમાં ધોધમાર સવા ઈંચ વરસાદ ખાબકી ગયો હતો, જ્યારે સુરતના અરેઠમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. સતત વરસી રહેલા આ વરસાદને પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.

Frequently Asked Questions

ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ શું છે?

ગુજરાત રાજ્યમાં ચોમાસાએ જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ક્યાં નોંધાયો છે?

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ સુરત શહેરમાં નોંધાયો છે. આ ઉપરાંત તાપીના વાલોડમાં બે ઈંચ અને સુરતના માંગરોળ તથા કામરેજમાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે.

આ વરસાદને કારણે લોકોને કઈ અસર થઈ છે?

વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. જોકે, વહેલી સવારે કામ ધંધાર્થે નીકળતા લોકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આજે વહેલી સવારે કયા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે?

આજે સવારે 4 થી 6 વાગ્યા સુધીમાં 10 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સુરતના માંગરોળ, સુરત શહેર અને કામરેજમાં સવા ઈંચ, જ્યારે સુરતના અરેઠમાં એક ઈંચ વરસાદ ખાબક્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget