Gujarat Rain: ગુજરાતમાંથી આ તારીખે ચોમાસુ વિદાય લેશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. બે દિવસમાં ભલે ચોમાસુ વિદાય લે પરંતુ વરસાદી માહોલ યથાવત રહેશે.
ગાંધીનગર : 30 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભુ થવાની શક્યતા છે. 2 ઑક્ટોબરથી 14 ઑક્ટોબર સુધીમાં હવાના દબાણમાંથી ધીમે ધીમે ચક્રવાત સર્જાવાની સંભાવના છે. જે બાદ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. સાથે જ એક બાદ એક ચક્રવાત બનવાની પણ સંભાવના છે. જેને લઈ ગુજરાતમાં વરસાદ આવશે. આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે. વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે.
જેમાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. જ્યારે અંબાલાલ પટેલે પણ અરબ સાગરમાં 28 સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થવાની આગાહી વ્યક્ત કરી છે. જે બાદ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. બે દિવસમાં ભલે ચોમાસુ વિદાય લે પરંતુ વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આંકલન કર્યું છે કે ચોમાસુ 25 સપ્ટેમ્બર સુધીમાં વિદાય લઈ લેશે.
ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત કચ્છના કેટલાક ભાગો સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ લાવશે. હવે જે વરસાદ આવશે તે ભારે પવન સાથે વરસી શકે છે. જ્યારે તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેશે. ઓક્ટોબરમાં 36થી 38 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે.
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી જ અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ધારી, બગસરા, રાજુલા અને જાફરાબાદમાં વરસાદી માહોલ જામ્યો છે. ચલાલા, ગોપાલગ્રામ, દહિડામાં વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજુલા જાફરાબાદ સહિત પંથકમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે. બપોરબાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ હતી.
જાફરાબાદ, નાગેશ્રી, મીઠાપુર, લોર, હેમાળ,માણસા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. રાજુલાના માડરડી,ધારેશ્વર,જાપોદર,છટડીયા સહિતમાં વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે રાજુલા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા છે.
જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે. ખાંભા પંથકમાં પણ વરસાદી માહોલ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. ત્રાકુડા મોટા બારમણમાં વરસાદ વરસ્યો છે. નાગેશ્રી, મિઠાપુર અને હેમાળ સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે.