Heeraben Modi Health: લાઠીમાં ચાલતી રામકથા દરમિયાન મોરારી બાપુએ PM મોદીના માતાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી
Heeraben Modi Health: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા જલ્દી સાજા થાય તે માટે અનેક જગ્યાએ પ્રાર્થનાઓ કરવમાં આવી રહી છે. ગઈકાલે ઉમિયાધામ ખાતે મહાઆરતી યોજાઈ હતી.
Heeraben Modi Health: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા જલ્દી સાજા થાય તે માટે અનેક જગ્યાએ પ્રાર્થનાઓ કરવમાં આવી રહી છે. ગઈકાલે ઉમિયાધામ ખાતે મહાઆરતી યોજાઈ હતી. તો આજે મોરારીબાપુએ લાઠીની રામકથાના છઠ્ઠા દિવસે વડાપ્રધાનના માતા હીરાબાના સ્વાસ્થ્ય માટેની શુભકામના વ્યક્ત કરી કરી. તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના સૌ રામકથાના શ્રોતાજનો વતી કરી હતી. હીરાબાના આશીર્વાદ લાંબા સમય સુધી સૌને પ્રાપ્ત થતાં રહે તેવી ભાવના મોરારીબાપુએ દર્શાવી હતી.
PM મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો
પીએમ મોદીના માતા હીરાબાની તબિયતને લઈને અપડેટ સામે આવ્યં છે. તેમની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આવતીકાલ સુધીમાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવી શકે છે. હીરાબાના ખબરઅંતર પૂછવા માટે સીએમ યુએન મેહતા હોસ્પિટલ પહોંચ્યા છે. હાલ 6 તબીબોની ટીમ હીરાબાની સારવાર કરી રહી છે. આજે હીરાબાને એક દિવસ માટે ઓબ્ઝરવેશનમા રખાશે.
નોંધનીય છે કે, ગઈકાલે હીરાબાની તબિયત બગડતા તેમને યુએન મેહતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યામાં હતા. હોસ્પિટલમાં દાખલ કરવાના સમાચાર મળ્યા બાદ પીએમ મોદી ખુદ અમદાવાદ માતાના ખબરઅંતર પુછવા માટે આવ્યા હતા. તેઓએ અહીં ડોક્ટરો પાસેથી માતાની તબિયત વિશે તમામ વિગતો મેળવી હતી અને અંદાજે સવા કલાક રોકાયા બાદ તેઓ ફરી દિલ્હી જવાના રવાના થયા હતા.
હીરાબાની નાદુરસ્ત તબિયતને લઈ વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજા કરાઈ હતી. હીરાબાના સ્વાસ્થ્યને લઈ હાટકેશ્વર મંદિર ખાતે વિષેશ પૂજા અર્ચના કરવામાં આવી. હીરાબાના દીર્ઘ આયુષ્ય ને લઈ રુદ્રાભિષેક, રુદ્રિય પાઠ કરવામાં આવ્યો.
ગઈકાલે હીરાની નાદુરસ્ત તબિયતના સમાચાર વહેતા થતા જ એક પછી એક નેતાઓની પ્રતિક્રિયા આવવાની શરુઆત થઈ હતી. રાહુલ- પ્રિયંકા ગાંધીથી લઈ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને આપના ઈશુદાન ગઢવીએ ટ્વીટ કર્યુ હતું. હોસ્પિટલમાં અહીં એક પછી એક ધારાસભ્યો હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં.
રાહુલ- પ્રિયંકા સહિત અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી
કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પીએમ માટે ટ્વીટ કરી હતી. રાહુલ ગાંધીએ લખ્યુ છે કે માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ અનંત અને અનમોલ છે. મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા રાખું છું કે તમારી માતા જલ્દી સ્વસ્થ થઈ જાય. પ્રિયંકા ગાંધીએ લખ્યુ હતુ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માતાની તબિયત ખરાબ હોવાના સમાચાર મળ્યા છે. આ ઘડીમાં આપણે બધા તેની સાથે છીએ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય.
જગદીશ ઠાકોરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના માતૃશ્રી પૂ.હીરાબા અસ્વસ્થ હોવાના સમાચાર મળ્યા. પૂ.હીરાબા ઝડપથી સ્વસ્થ થઈને ઘરે પરત ફરે તેવી ઈશ્વરને પ્રાર્થના ટ્વીટ કરી હતી.જ્યારે ઈશુદાન ગઢવીએ ટ્વીટ કર્યુ હતુ કે માતા હીરાબાની તબિયત બગડી છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે માતા હીરાબા જલ્દી સ્વસ્થ થઈ જાય! નરેન્દ્રભાઈ, સોમાભાઈ સહિતના પરિવાર સાથે અમારી સંવેદના!