શોધખોળ કરો

Morbi bridge collapse:મોરબી પુલ દુર્ઘટનામાં ધરપકડ કરાયેલા 8 આરોપીએ કરી જામીન અરજી, જાણો શું છે વધુ વિગત

Morbi bridge collaps:મોરબી દુર્ધટનામાં 9 આરોપીની ધરપકડ કરાઇ હતી. જેમાંથી 8 આરોપીએ જામીન માટે કોર્ટમાં અરજી કરી છે. આ દુર્ઘટનામાં 9 લોકોની ધરપકડ કરાઇ હતી. જો કે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની હજુ સુધી ધરપકડ કરાઇ નથી.

Morbi bridge collaps:Morbi bridge collaps:મોરબી દુર્ધટનામાં 9 આરોપીની ધરપકડ કરાઇ હતી. જેમાંથી 8 આરોપીએ જામીન માટે કોર્ટમાં અરજી કરી છે. જેની પર સુનાવણી 21 નવેમ્બર થશે

 મોરબી દુર્ધટનામાં 9 આરોપીની ધરપકડ કરાઇ હતી. જેમાંથી 8 આરોપીએ જામીન માટે કોર્ટમાં અરજી કરી છે. ફેબ્રીકેશનનું કામ કરતા એક આરોપી પ્રકાશ પરમારે આ પહેલા જામીન માટે અરજી કરી હતી.  જો કે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની હજુ સુધી ધરપકડ  કરાઇ નથી કરાઇ. જયસુખ પટેલ ક્યાં છે, કેમ તેની ધરપકડ નથી કરાઇ, શા માટે પોલીસ તેને પૂછપરછ નથી કરી રહી આ અંગે સતત સવાલ ઉઠી રહ્યાં છે. આ બધા જ વચ્ચે કોર્ટે આ પહેલા સુનાવણીમાં પણ આ કેસની  તમામ સવાલો  સરકાર સામ કર્યાં હતા. જો કે હજુ સુધી કંઇ નક્કર કામગીરી નથી થઇ.

ઉલ્લેખનિય છે કે, 30 ઓક્ટબરની રવિવારની સાંજે ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. જેમાં 135 લોકો મોતને ભેટ્યાં હતા. આ મામલે હજુ સુધી ઝુલતો પુલ માટે કામ કરતા નાના કર્મચારીઓની જ ધરપકડ થઇ છે. આ બ્રિજના રિનોવેશન બાદ ફિટનેસ સર્ટીફિકિટ વિના જ ચાલુ કરી દેવાયો હતો. ઘોર બેદરકારીના પગલે દુર્ઘટના સર્જાઇ હોવાનું સ્પષ્ટ સામેલ આવ્યું છે. જો કે તેમ છતાં પણ હજુ સુધી કોઇ નક્કર કાર્યવાહી ન થતાં જેને સ્વજન ગુમાવ્યા  છે.તેના પરિવજનોમાં ભારે રોષ છે. આ કેસ મુદ્દે આગામી સુનાવણી 21 નવેમ્બરે થશે.

Gujarat Elections 2022: ભાજપે ગુજરાતમાં 30 ટકા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી, 6 ધારાસભ્યોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી

Gujarat Assembly Elections 2022: ગુજરાતમાં આવતા મહિનાની 1લી તારીખે પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેના લગભગ 30 ટકા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી નાખી છે. પક્ષ દ્વારા ટિકિટ કાપ્યા બાદ એક વર્તમાન ધારાસભ્ય અને ચાર ભૂતપૂર્વ ધારાસભ્યો સહિત પક્ષના છ નેતાઓએ અપક્ષ તરીકે ઉમેદવારી પત્રો ભર્યા છે. આમ આદમી પાર્ટી (AAP)ના આગમનને કારણે આ વખતે ચૂંટણી ઘણી રસપ્રદ બની છે. સામાન્ય રીતે ગુજરાતમાં લડાઈ બે પક્ષો વચ્ચે જ થતી હતી. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે.

પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે ગુરૂવાર (17 નવેમ્બર) નામાંકન પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અને પક્ષના આદિવાસી ચહેરા હર્ષદ વસાવાએ એક સપ્તાહ અગાઉ નર્મદા જિલ્લાના નાંદોદમાંથી અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને તેને પાછું ખેંચ્યું ન હતું.

આ ધારાસભ્યોએ ફોર્મ ભર્યા હતા

જૂનાગઢ જિલ્લામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ ઉમેદવારી પાછી ખેંચી નથી. ગુરુવારે, બીજેપીના એક વર્તમાન ધારાસભ્ય અને બે પૂર્વ ધારાસભ્યોએ પણ બીજા તબક્કા હેઠળ 5 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી માટે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. વાઘોડિયાથી છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવને આ વખતે ભાજપે ટિકિટ નકારી કાઢી હતી, ત્યારબાદ તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે આ બેઠક પરથી અશ્વિન પટેલને ઉમેદવાર બનાવ્યા છે.

આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પોતાના બનાવેલા નિયમને તોડીને 76 વર્ષીય વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પણ કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યો પર વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મહિલા મતદારોના મત મેળવવા માટે ભાજપે 14 મહિલા ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. આ ચૂંટણીના પરિણામ 8 ડિસેમ્બરે આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
Embed widget