મોરબીઃ અજીતગઢથી માળિયા જતી કેનાલમાં કાર ખાબકી, દંપત્તિનું મોત
મોરબીના હળવદના અજીતગઢથી માળિયા જતી કેનાલમાં ઘાટીલા ગામ નજીક કેનાલમાં કાર ખાબકી હતી.
મોરબીઃ મોરબીના હળવદના અજીતગઢથી માળિયા જતી કેનાલમાં ઘાટીલા ગામ નજીક કેનાલમાં કાર ખાબકી હતી. કેનાલમાં કાર ખાબકતા એક દંપત્તિનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, હળવદના અજીતગઢના રાહુલ પ્રવીણભાઇ અને તેમની પત્ની મિત્તલબેન માળિયા મિયાણા તાલુકાના મેઘપર ગામે પ્રસંગમાં જઇ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર કેનાલમાં ખાબકી હતી. અકસ્માતમાં પતિ અને પત્ની બંન્નેના મોત નિપજ્યા હતા. સ્થાનિકોએ કેનાલમાંથી દંપતિના મૃતદેહો બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
સુરતમાં બે-બે યુવકોની હત્યાથી ખળભળાટ
સુરતમાંપાંડેસરા વિસ્તારમાં એક જ દિવસમાં બે-બે યુવકોની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. પાંડેસરાના વડોદગામમાં યુપી વાસી યુવાનની હત્યા થઈ છે. યુપીવાસી યુવાનની હત્યા કરાયેલી અર્ધનગ્ન લાશ તેના જ રૂમમાંથી મળી આવી છે. મૃતક યુવાન અમરસિંગ ટેમ્પો ચાલક તરીકે કામ કરતો હતો. માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી છે. પાંડેસરા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
અન્ય ઘટનાની વાત કરીએ તો, શહેરમાં ઉત્તરાણની સાંજે પાંડેસરા વિસ્તારમાં ખૂની ખેલાયો હતો. 23 વર્ષીય યુવાનને કેટલા ઈસમો દ્વારા 12 જેટલા ઘા મારતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઇ આવવામાં આવ્યો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. મારો છોકરો બે મહિના પહેલા જ સુરત આવ્યો હતો. અમે મૂળ ઉત્તર પ્રદેશના લખનૌના જિલ્લા હરડોઇના ડાભા બિલબગામના છીએ. હાલ આ બાબતે પાંડેસરા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વધુ વિગતો એવી છે કે, વિજય સિનેમા પાસે કાલે સાંજે હુમલાખોરોએ યુવકને જાહેરમાં 20થી વધુ ઘા મારી પતાવી દીધો હતો. 5 મહિના પહેલાં થયેલા ઝઘડાની અદાવતમાં મોનુની હત્યા કરવામાં આવી છે. મોનુની હત્યા બાદ તમામ હત્યારા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક મોનુની લગ્નની વાત ચાલી રહી હતી.