શોધખોળ કરો

Heart Attack: રાજ્યમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત, વાંકાનેરમાં કોમ્પ્યુટ ઓપરેટરે ગુમાવ્યો જીવ

Heart Attack: મૃતક યુવાન મિત્ર સાથે ઇકોકાર લઈને મોરબી પાર્સલ લેવા આવ્યો હતો અને ત્યાંથી પરત ફરતા સમયે બનાવ બન્યો હતો.

Morbi Youth Heart Attack: રાજ્યમાં છેલ્લા થોડા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકથી મોતની ઘટના વધી રહી છે. મોરબીનાવાંકાનેરના યુવાનને હાર્ટ એટેક આવતા મોત થયું છે. મૃતકનું નામ નરપતભાઈ કેશુભાઈ ઉભડીયા (ઉ.૩૦) છે. તેઓ મોરબીથી ઇકોકારમાં વાંકાનેર આવતા હતા ત્યારે વઘાસીયા ટોલનાકા પાસે તબિયત લથડી હતી. જે બાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોત થયું  હતું.

મૃતક યુવાન મિત્ર સાથે ઇકોકાર લઈને મોરબી પાર્સલ લેવા આવ્યો હતો  અને ત્યાંથી પરત ફરતા સમયે બનાવ બન્યો હતો. મૃતક ખાનગી શાળામાં કોમ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હોવાની પોલીસ પાસેથી માહિતી મળી છે. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પાટણમાં એસટી ડ્રાઈવરનું હાર્ટ એટેકથી મોત

છેલ્લા થોડા દિવસોથી યુવાનોમાં હાર્ટ એટેકનં પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. છેલ્લા બે મહિનામાં ક્રિકેટ કે અન્ય રમત રમતી વખતે આવેલા હાર્ટ એટેકથી આઠથી દસ લોકોના મોત થયા છે. પાટણમાં હાર્ટ એટેકથી એસટી ડ્રાઇવરનું નિધન થયું હતું.  રાધનપુર એસટી કર્મીને ચાલુ ફરજ દરમિયાન હાર્ટએટેક આવતાં મોત થયું હતું. રાધનપુર-સોમનાથ એસટી ડ્રાઇવર ભારમલભાઈ આહીરનું મોત થતાં સાથી કર્મચારીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. સોમનાથથી રાધનપુર પરત ફરતા ડેપો નજીક પહોંચતા ડ્રાઇવરની તબિયત લથડી હતી. છાતીમાં દુખાવો થતા ડ્રાઇવર દ્વારા મુસાફર ભરેલી એસટી બસ સલામત ડેપોમાં પાર્ક કર્યા બાદ મોત થયું હતું. ડ્રાઇવરને છાતીમાં દુખાવો ઉપડતા રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.

ગત મહિને સુરતમાં યોગ દરમિયાન થયું હતું એકનું મોત

સુરતના કિરણ ચોક વિસ્તારમાં ગત મહિને વહેલી સવારે યોગા કરતી વખતે 44 વર્ષીય પુરુષ ઢળી પડ્યો હતો. જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. મહત્વનું છે કે સુરતમાં ક્રિકેટ રમીને ઘરે આવ્યા બાદ ત્રણ યુવાનના મોતની ઘટના સામે આવી ચૂકી છે ત્યારે વધુ એક પુરુષનું યોગા દરમિયાન મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

સુરતમાં કિરણ ચોક પાસે આવેલા હરે કૃષ્ણ પાર્ટી પ્લોટમાં દરરોજ લોકો એરોબિક્સ અને યોગા કરે છે. આજે સવારે લોકો યોગા અને એરોબિક્સ કરી રહ્યા હતા તેવામા 44 વર્ષીય મુકેશભાઈ પણ યોગા કરી રહ્યા હતા. સવારથી આવ્યા ત્યારથી તેમને પેટમાં બળતરા અને એસીડીટી થતી હોવાની ફરિયાદ કરી હતી. થોડા ફ્રેશ થયા બાદ તેમણે યોગા શરૂ કર્યા અને તે દરમિયાન ઢળી પડ્યા હતા. જેથી તાત્કાલિક તેમને નજીકની ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.ઘટનાને પગલે મિત્ર મંડળ અને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયા હતા. સુરતમાં છેલ્લા થોડા દિવસમાં ક્રિકેટ રમીને આવ્યા બાદ 3 લોકોના મોત થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.આ યુવાનોના મોત હાર્ટએટેકના કારણે થયા હોવાનું સામે આવ્યું હતું. 44 વર્ષીય મુકેશભાઈ મેંદપરાનું મોત થયું હતું.મોત થતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશને પી એમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષSurat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget