શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના આ જિલ્લામાં ભારે પવન અને વાવાઝોડાથી 13થી વધુ વીજપોલ ધરાશાયી, ખેતીના પાકને નુકશાન
ભારે પવન અને વાવાઝોડાથી 13થી વધુ વીજપોલ ધરાશાયી થયા છે. મુજપુર ફીડરની લાઇન પરના 13થી વધારે 66 કેવી લાઇનના વીજપોલ ધરાશાયી થયા છે.
પાટણ: પાટણ જિલ્લામાં ગત રાત્રે ભારે વાવાઝોડાના કારણે ખેતીના પાકને ભારે નુકશાન થયું છે. ભારે પવન અને વાવાઝોડાથી 13થી વધુ વીજપોલ ધરાશાયી થયા છે. મુજપુર ફીડરની લાઇન પરના 13થી વધારે 66 કેવી લાઇનના વીજપોલ ધરાશાયી થયા છે.
ભારે વાવાઝોડાના કારણે સિમેન્ટના મજબૂત વીજ થાંભલા જમીનદોસ્ત થયા છે. વાવાઝોડાથી વીજપોલ ધરાશાયી થતાં જુવાર, ઘાસચારો, ગવાર, કઠોળ સહિતના પાકને નુકશાન પહોંચ્યું છે. સમી તાલુકાના અનેક ગામડાઓમાં ખેતીના પાકોને નુકસાન થયું છે. મુજપુરથી કાઠી તારોરા જતી વીજ લાઇન ખોરવાઈ ગઈ છે. વાવાઝોડાથી વીજપોલ ધરાશાયી થતાં સદનસીબે કોઈ મોટી જાનહાની નથી થઈ.
ગુજરાતમાં અત્યાર સુધી 42 ઈંચ સાથે મોસમનો સરેરાશ 128% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 162 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion