શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કોરોનાનો કહેરઃ જુલાઈના 28 દિવસમાં જ કોરોનાના 25,000થી વધારે કેસ સામે આવ્યા, 525 મૃત્યુ
આ સાથે કોરોનાના કુલ કેસનો આંક અમદાવાદમાં ૨૬ હજાર જ્યારે સુરતમાં ૧૨ હજારને પાર થયો છે.
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડ 1108 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 24 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 57982 થઈ ગઈ છે. જ્યારે આજે વધુ 1032 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 42412 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કોરોના વાયરસથી કુલ મૃત્યુઆંક 2372 પર પહોંચ્યો છે.
જુલાઈના 28 દિવસમાં જ ગુજરાતમાં કોરોનાના ૨૫૩૩૯ કેસ નોંધાયા છે અને 525 લોકોના મોત થયા છે. ગુજરાતમાં હાલમાં ૧૩૧૯૮ એક્ટિવ કેસ છે અને ૮૭ દર્દી વેન્ટિલેટર પર છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 199, અમદાવાદ કોર્પોરેશનમાં- 147, સુરત 94, વડોદરા કોર્પોરેશનમાં-75, રાજકોટ કોર્પોરેશન- 49, દાહોદ 38, ગાંધીનગર 35, બનાસકાંઠા- 34, સુરેન્દ્રનગર 32, રાજકોટ 30, અમરેલી 26, જામનગર કોર્પોરેશન 22, નવસારી 21, ભાવનગર 20, મહીસાગર 20, ભરૂચ 19, પંચમહાલ 19, ભાવનગર કોર્પોરેશન 18, મહેસાણા 18, પાટણ 18, વલસાડ 18, નર્મદા 16, વડોદરા 16, ગીર સોમનાથ 15, ખેડા 13, આણંદ 11, જૂનાગઢ કોર્પોરેશન 11, કચ્છ 10, અમદાવાદ 9, ગાંધીનગર કોર્પોરેશન 9, મોરબી 9, બોટાદ 8, સાબરકાંઠા 8, તાપી 6, જૂનાગઢ 5, જામનગર 4, પોરબંદર 4 અને અરવલ્લીમાં 2 કેસ નોંધાયા છે.
આ સાથે કોરોનાના કુલ કેસનો આંક અમદાવાદમાં ૨૬ હજાર જ્યારે સુરતમાં ૧૨ હજારને પાર થયો છે. એક્ટિવ કેસનું પ્રમાણ હવે અમદાવાદ કરતાં સુરતમાં વધુ છે. સુરતમાં એક્ટિવ કેસ ૩૫૪૫ જ્યારે અમદાવાદમાં ૩૩૨૯ છે. જૂન માસના અંતે સુરતમાં ૧૪૩૮ એક્ટિવસ કેસ હતા.
છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૦૩૨ દર્દીઓ સાજા થયા હતા. આમ, કોરોનાથી સાજા થનારા કુલ દર્દીઓ હવે ૪૨૪૧૨ છે. જેમાં સુરતમાંથી સૌથી વધુ ૨૪૮, અમદાવાદમાંથી ૧૬૬, રાજકોટમાંથી ૭૧, વડોદરામાંથી ૫૧ દર્દીઓને રજા અપાઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement