શોધખોળ કરો

રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩૮ ટકાથી વધુ પાણીનો સંગ્રહ: સરદાર સરોવર ડેમ ૫૫ ટકાથી વધુ ભરાયો

૧૯ જળાશયો સંપૂર્ણ છલકાયા જયારે ૨૯ જળાશયો ૭૦ ટકાથી વધુ તેમજ ૨૫ જળાશયોમાં ૭૦ ટકાથી વધુ નીર

Water Level In Dams: ગુજરાતમાં લગભગ તમામ તાલુકાઓમાં શ્રીકાર વર્ષાને પરિણામે રાજ્યમાં તા. ૦૩ જુલાઈએ સવારે આઠ કલાકની સ્થિતિએ કુલ ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૩૮.૬૧ ટકા પાણીનાં જથ્થાનો સંગ્રહ થયો છે. ગત વર્ષે આ સમયે ૩૭.૧૬ ટકા સામે આ વર્ષે ૪૪.૩૮ ટકા જળાશયો ભરાયા છે તેમ, સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવાયું છે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના ૫૫.૧૭ ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. જયારે ગુજરાતના ૧૯ જળાશયો ૧૦૦ ટકાથી વધુ એટલે સંપૂર્ણ છલકાયા છે. ૨૯ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકા, ૨૫ જળાશયો ૫૦ થી ૭૦ ટકા તેમજ ૫૪ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે.

 રાજ્યમાં ૧૦૦ ટકા એટલે કે સંપૂર્ણ છલકાયા હોય તેવા જળાશયોમાં અમરેલી જિલ્લાનું મુંજીયાસર, ધાતરવાડી, વાડિયા, સંક્રોલી, સુરજવાડી, ગીર સોમનાથનું મચ્છુન્દ્રિ, જુનાગઢનું ઉબેન, હસનપુર, મોટા ગુજેરીયા, રાજકોટનું મોજ, સોદવદર, કચ્છનું કંકાવટિ,  ગજાનસર, કાલાગોગા અને ડોન, જામગનરનું વઘાડીયા, સપાડા અને રૂપારેલ તેમજ તાપી જિલ્લાના ડોસવાડા જળાશયનો સમાવેશ થાય છે તેમ, અહેવાલમાં જણાવાયું છે.

આ સિવાય હાલમાં ઉતર ગુજરાતના કુલ ૧૫ જળાશયો ૪૮.૭૨ ટકા, મધ્યગુજરાતના ૧૭ જળાશયો ૩૦.૮૯ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો ૩૫.૩૯ ટકા, કચ્છના ૨૦ જળાશયો ૫૦.૯૫ ટકા, તેમજ સૌરાષ્ટ્રના કુલ-૧૪૧ જળાશયોમાં ૪૭.૧૮ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે. રાજ્યના દૈનિક ૫૦૦૦થી વધુ કયુસેક પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૪૩,૦૭૬ કયુસેક, દમણગંગામાં ૬,૮૭૨ અને હિરણ-૨માં ૫,૧૯૯ કયુસેક પાણીનો સમાવેશ થાય છે તેમ, ફ્લડ કન્ટ્રોલ સેલના અહેવાલમાં વધુમાં જણાવાયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ  EVMમાં થશે કેદ

નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ

Gujarat Election 2025: મહેમદાવાદમાં મતદાન કેન્દ્ર  પર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર

Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ,  15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ

ABP Premium

વિડિઓઝ

Gujarat Local Body Election 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભNew Delhi Railway Station stampede : નવી દિલ્લી રેલ્વે સ્ટેશન પર ભાગદોડ , 18 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ : અમેરિકાથી ડિપોર્ટ...રાજનીતિ ઈમ્પોર્ટ !Hun To Bolish : હું તો બોલીશ :  હેલ્મેટને લઈને વિવાદ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ  EVMમાં થશે કેદ
Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
Gujarat Election 2025: મહેમદાવાદમાં મતદાન કેન્દ્ર  પર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર
Gujarat Election 2025: મહેમદાવાદમાં મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર
Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ,  15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ
Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ, 15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ
Rohit Sharma: રોહિત શર્મા પર એક્શન મૂડમાં BCCI! શું ટેસ્ટ ફોર્મેટમાંથી વિદાય નક્કી?

Kedarnath Yatra 2025: ચારધામમાંથી એક છે કેદારનાથ ધામની યાત્રા, જાણો 2025 માં ક્યારે શરૂ થશે?

DC vs MI: છેલ્લા બોલે દિલ્હીએ મુંબઈને હરાવી નોંધાવી શાનદાર જીત

US Illegal Migrants: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 8 ગુજરાતી સહિત 116 મુસાફરોને લઈને વિમાન અમૃતસર પહોંચ્યું

Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.