શોધખોળ કરો
Advertisement
સુરેન્દ્રનગર જિલ્લા માટે રાહતના સમાચાર, માતા-પુત્રીએ કોરોનાને આપી મ્હાત, જાણો વિગત
થાન તાલુકાના અભેપર ગામના કોરોના પોઝિટિવ બે દર્દીઓ માતા-પુત્રીને હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે.
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મોટી સંખ્યામાં લોકો કોરોનાને મ્હાત આપી રહ્યા છે, ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં બે દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે. થાન તાલુકાના અભેપર ગામના કોરોના પોઝિટિવ બે દર્દીઓ માતા-પુત્રીને હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે.
બંને દર્દીઓને કોરોના પોઝિટિવ આવતા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેઓ સારવાર લઈને સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે. જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ આંક 43 છે. નોંધનીય છે કે, ગઈ કાલે રાજ્યમાં 318 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ, રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 67.40 ટકા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 12,212 લોકો સ્વસ્થ થઈને ઘરે ગયા છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 1122 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion