શોધખોળ કરો
મહેસાણાઃ 12 દિવસની બાળકીને માતાએ નાંખી દીધી ટાંકીમાં, મોતથી અરેરાટી
મનીષા નરેશભાઈ ખાનચંદાણી(સિંધી)ના વર્ષ 2015માં પ્રેમલગ્ન થયા હતા. તે લગ્ન પછી પતિ નરેશ સાથે કડીના લુહારકુઈ, ઊંડીફળી ખાતે રહેતી હતી, ત્યારે 12 દિવસ પહેલા મનીષાને ત્યાં દીકરીનો જન્મ થયો હતો.

મહેસાણાઃ કડીમાં માતાએ 12 દિવસની બાળકીની હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. માતાએ બાળકીને પાણીની ટાંકીમાં નાંખી દેતા બાળકીનું મોત થયું છે. આ અંગે માતાએ ખૂદ કબૂલાત કરતાં માતા વિરુધ્ધ પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, મનીષા નરેશભાઈ ખાનચંદાણી(સિંધી)ના વર્ષ 2015માં પ્રેમલગ્ન થયા હતા. તે લગ્ન પછી પતિ નરેશ સાથે કડીના લુહારકુઈ, ઊંડીફળી ખાતે રહેતી હતી, ત્યારે 12 દિવસ પહેલા મનીષાને ત્યાં દીકરીનો જન્મ થયો હતો.
દીકરીને પીળીયો થતા તેની સારવાર પણ કરાવાઈ હતી. દરમિયાન 12 દિવસ પહેલા નરેશ દૂધ લેવા નીકળતા બાળકીનો મૃતદેહ અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી મળી આવ્યો હતો. ઘટનાના બે દિવસ બાદ મનીષાને આ વાત સહન નહીં થતા જાતે જ ગુનો કબુલ્યો હતો. મનીષાએ જાતે જ અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં બાળકીને નાંખીને ઢાંકણું બંધ કરી મોત નિપજાવ્યું હતું. કડી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
