શોધખોળ કરો

Bharuch: અહેમદ પટેલની દીકરીના નિવેદનથી ચકચાર, જાણો મુમતાઝ પટેલને કઈ વાતનો લાગી રહ્યો છે ડર

ભરૂચ: અહેમદ પટેલની દીકરી અને કોંગ્રેસની હાલમાં જ સભ્ય બનેલી મુમતાઝ પટેલને ડર લાગી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી મૂકી તેમણે ચિંતા વ્યક્ત કરી છે.

ભરૂચ: અહેમદ પટેલની દીકરી અને કોંગ્રેસની હાલમાં જ સભ્ય બનેલી મુમતાઝ પટેલને ડર લાગી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી મૂકી તેમણે ચિંતા વ્યક્ત કરી છે. નવા પાઠ્યપુસ્તક માંથી મુગલોના નામના પાઠ્યક્રમોનો નિકાલ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ મુમતાઝ પટેલે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે, " મને ચિંતા છે કે સરકારી દસ્તાવેજોમાં મારું નામ મુમતાઝથી બદલી બીજું ના કરી નાખે"  તમને જણાવી દઈએ કે, મુમતાઝ છેલ્લા ઘણા દિવસો થી #Nomoremughal નો વિરોધ કરી રહી છે.

હોંશિયાર વિદ્યાર્થીઓને ડમી ઉમેદવાર તરીકે બેસાડવાનું ચાલી રહ્યું છે કાવતરું

હાલ ચાલી રહેલી પરીક્ષાઓમાં કૌભાંડ થઈ રહ્યું હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હાલ ડમી ઉમેદવારની મોડસ ઓપરેન્ડી ચાલી રહી છે. ભાવનગર જિલ્લાના તળાજા અને સિહોર પંથકમાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવ્યા હતા. ચોક્કસ સમાજના મહેનતુ અને હોંશિયાર વિદ્યાર્થીઓને ડમી ઉમેદવાર તરીકે બેસાડવાનું કાવતરું ચાલી રહ્યું છે. નકલી માર્કશીટ, નક્લી સર્ટિફિકેટ અને નકલી ઉમેદવારોનું ષડયંત્ર સામે આવ્યું છે. Mphw, વિદ્યા સહાયક, તલાટી, બિંસચિવાલય અને ફોરેસ્ટની પરીક્ષામાં ડમી ઉમેદવાર અને નકલી સર્ટિફિકેટ કૌભાંડ ચાલ્યું છે. પરીક્ષા આપવા માટે નકલી સર્ટિફિકેટ પણ બનાવ્યા છે, નકલી આધારકાર્ડ બનાવીને પરીક્ષા આપે છે.

તેણે કહ્યું, છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે કોઈ ઉમેદવાર નકલી PSI બની પોલીસ ટ્રેનિંગ સેન્ટર સુધી પહોચી જાય છે. કોઈ અધિકારી મુખ્યમંત્રીનું વિમાન લઈને જતો રહે છે. કોઈ ઠગ PMO ઓફિસર બનીને Z સિક્યોરિટી સાથે રોલા પાડે છે. આજે મારે આના કરતા પણ વિશેષ કૌભાંડ વિશે વાત કરવી છે. જે આ બધી ઘટનાનું મૂળ હોઈ શકે છે. વર્તમાનમાં સ્પર્ધાત્મક પરીક્ષા / બોર્ડ પરીક્ષા હોય કે અન્ય કોઈપણ પરીક્ષા ગેરરીતિ ની અલગ અલગ રીત સામે આવે છે. આ વખતે મોડસ નવી ઓપરેન્ડી છે "ડમી ઉમેદવાર".  આ પ્રકારે(ડમી ઉમેદવારો બેસાડી) નેક્સસ ચલાવવામાં આવી રહ્યું છે. આ પ્રકારના રેકેટમાં નકલી માર્કશીટ, નકલી પ્રમાણપત્ર, નકલી ઉમેદવારથી લઈને ખૂબ મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે.

બોર્ડ પરીક્ષા હોય કે સ્પર્ધાત્મક પરીક્ષા અમુક વિસ્તારના લોકો ડમી ઉમેદવારો અને ખોટી માર્કશીટ(ભૂતિયા) બનાવી નોકરી મેળવવા લાગ્યા છે. ખાસ કરીને આ વિસ્તાર જોવા જઈએ જે મારા ધ્યાનમા છે બાકી આના કરતા પણ અન્ય હોઇ શકે છે, ભાવનગરના તળાજા પંથક અને શિહોર પંથકના ગામડાઓ જેવા કે પિપરલા, દિહોર, સથરા, ટીમાણા, દેવગણા, અગિયાળી. વગેરે. છેલ્લા 15 દિવસોમા અમે એક એક ગામડામાં જઈને તમામ માહિતી ભેગી પણ કરી છે અને અલગ અલગ માધ્યમો સાથે ક્રોસ વેરીફાઈ પણ કરેલ છે આ પ્રકારે ગેરરીતિ આચરનારા અનેક લોકો અલગ અલગ વિભાગ જેવા કે MPHW, વિદ્યાસહાયક, તલાટી, બિન સચિવાલય, ફોરેસ્ટ, વગેરેમાં નોકરી કરી રહ્યા છે. આજે અમે આધાર પુરાવા સાથે અમુક સચોટ અને સાચા દાખલા પણ આપી રહ્યા છીએ. આ ફક્ત અમુક જ નામો છે આના કરતાં પણ વધારે લોકો ગેરરીતિથી સિસ્ટમમાં ઘુસી ગયા છે. તમામને સરકાર ઈચ્છે તો ક્રોસ વેરીફાઈ કરી દૂર કરી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget