શોધખોળ કરો

Nano Urea : જાણો ઇફ્કોના નેનો યુરિયા વિશે, જેના પ્લાન્ટનું આજે વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યું

IFFCO Nano Urea : વડાપ્રધાન મોદીએ આજે ઇફ્કોના કલોલ સ્થિત નેનો યુરિયાના પ્રથમ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું.

Gandhinagar :  આજે ગુજરાતના કૃષિ અને સહકાર ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની પ્રથમ નંબરની સહકારી સંસ્થા ઇફ્કોના કલોલ સ્થિત નેનો યુરિયાના પ્રથમ પ્લાન્ટનું  લોકાર્પણ કર્યું. નેનો યુરિયા એ એક પ્રવાહી ખાતર છે. IFFCO નેનો યુરિયા ખેડૂતોની સમૃદ્ધિનો આધાર સાબિત થઈ રહી છે. નેનો યુરિયાના ઉપયોગથી ઓછી કિંમત, ઉચ્ચ ઉપજ તેમજ પોષક તત્વોથી સમૃદ્ધ પાક ઉત્પાદનમાં પરિણમ્યું છે. તે પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન છે, જે જમીનની ફળદ્રુપતા પણ વધારે છે. આવો નેનો યુરિયા વિશે વધુ જાણીએ. 

ઇફ્કો નેનો યુરિયા પ્રવાહી ખાતર 
1)ઇફકો નેનો યુરિયા એ એકમાત્ર નેનો ખાતર છે જે ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે અને તેને ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર (એફસીઓ) માં સમાવવામાં આવેલ છે.તે ઇફકો દ્વારા વિકસિત અને પેટન્ટ થયેલ છે.

2) 1 બોટલ નેનો યુરિયાનો અસરકારક રીતે ઉપયોગ ઓછામાં ઓછી 1 થેલી યુરિયાને બદલી શકે છે. એટલે કે નેનો યુરિયાની એક બોટલ યુરિયા ખાતરની એક થેલી બરાબર છે. 

3) આઈસીએઆર- કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , સંશોધન સંસ્થાઓ, રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ અને ભારતના પ્રગતિશીલ ખેડૂતોના સહયોગથી 11,000 સ્થળોએ 90 થી વધુ પાક પર તેનું  પરીક્ષણ કરવામાં આવ્યું  છે.

4) જ્યારે પાંદડા પર છાંટવામાં આવે છે, ત્યારે નેનો યુરિયા સરળતાથી પર્ણરંધ્ર અને અન્ય ખુલ્લા ભાગોમાં પ્રવેશે છે અને છોડના કોષો દ્વારા એસિમિલેશન થાય છે.તે સ્રોતમાંથી સિન્કમાં ફૂલોમ દ્વારા છોડની જરૂરિયાત મુજબ  સરળતાથી વિતરિત થાય છે. 

5) બિનઉપયોગી નાઇટ્રોજન છોડના વેક્યુલમાં સંગ્રહિત થાય છે અને ધીમે ધીમે છોડના વૃદ્ધિ અને વિકાસ માટે મુક્ત થાય છે.

6) નેનો યુરિયાના નાના કદ (20-50 નેનો મીટર) તેની પાકમાં ઉપલબ્ધતામાં 80% થી વધુનો વધારો કરે છે. 

7) ઇફ્કો નેનો યુરિયાની 500 mlની એક બોટલની કિંમત રૂ.240 છે. 

ઇફ્કો નેનો યુરિયાના ઉપયોગથી થતા લાભ 
1) તે પાકની નાઇટ્રોજનની જરૂરિયાતને અસરકારક રીતે પૂર્ણ કરે છે, પાંદડામાં પ્રકાશસંશ્લેષણ ક્રિયા, મૂળ બાયોમાસ, અસરકારક ટિલર્સ અને શાખાઓને વધારે છે.

2) પાકની ઉત્પાદકતામાં વધારો અને ઇનપુટ ખર્ચમાં ઘટાડો કરીને ખેડુતોની આવક વધારે છે

3) ઉચ્ચ કાર્યક્ષમતાને કારણે, તે પરંપરાગત યુરિયાની જરૂરિયાતને 50% અથવા તેથી વધુ ઘટાડી શકે છે.

4) ખેડુતો નેનો યુરિયાની એક બોટલ (500 મીલી) સરળતાથી સ્ટોર અથવા હેન્ડલ કરી શકે છે

5) તે જમીન, હવા અને પાણીની ગુણવત્તાને જાળવી રાખવા માટે મદદ કરે છે. 

કેટલું સલામત છે ઇફ્કોનું નેનો યુરિયા?
ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી (ડીબીટી),ભારત સરકાર અને ઓઇસીડી આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા અનુસાર નેનો-યુરિયાની બાયોસેફટી  અને ઝેરી  માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે.

નેનો યુરિયા વપરાશકર્તા માટે સલામત છે, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ માટે સલામત છે અને બિન-ઝેરી છે, તેમ છતાં, પાક પર છાંટતી વખતે ચહેરા પર  માસ્ક અને ગ્લોવ્સ વાપરવાની ભલામણ કરવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી
Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
બાબા વાંગાની ભયાનક આગાહી: 2026માં ત્રીજું વિશ્વયુદ્ધ ? ટ્રમ્પના આ પગલાંથી દુનિયામાં ફફડાટ!
બાબા વાંગાની ભયાનક આગાહી: 2026માં ત્રીજું વિશ્વયુદ્ધ ? ટ્રમ્પના આ પગલાંથી દુનિયામાં ફફડાટ!
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
Embed widget